GUJARAT : જંબુસરમાં પાલિકાનું બુલડોઝર ગરજ્યું: પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે કેબિનોના આડશ સમાન દબાણો જમીનદોસ્ત

0
9
meetarticle
જંબુસર નગરના જાહેર માર્ગોને દબાણમુક્ત કરી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે નગરપાલિકા તંત્ર આજે અચાનક ‘એક્શન મોડ’માં જોવા મળ્યું હતું. ઈન્ચાર્જ મુખ્ય અધિકારી પંકજ નાયકના સીધા નેતૃત્વ હેઠળ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નગરના મુખ્ય માર્ગો પરથી ગેરકાયદેસર કેબિનો અને અન્ય કાચા-પાકા દબાણો હટાવવાની સપાટો બોલાવતા દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.


લાંબા સમયથી જાહેર માર્ગો પર પથરાયેલા દબાણોને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવરમાં ભારે હાલાકી વેઠવી પડતી હતી. નગરપાલિકા દ્વારા દબાણકર્તાઓને અગાઉ અનેકવાર સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવા સૂચનાઓ આપી હોવા છતાં સ્થિતિ જૈસે-થે રહેતા આખરે તંત્રએ કડક વલણ અખત્યાર કર્યું હતું. ગતરોજ હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન માર્ગોને અવરોધતી કેબિનો અને લારી-ગલ્લાઓને દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા.નગરપાલિકાની આ આક્રમક કાર્યવાહીથી વર્ષો જૂની દબાણની સમસ્યામાં મહદઅંશે રાહત જોવા મળી છે. મુખ્ય અધિકારીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી સમયમાં પણ આ ઝુંબેશ જારી રહેશે અને જો ફરીથી દબાણ કરવાનો પ્રયાસ થશે તો વધુ કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તંત્રના આ કડક વલણને પગલે જંબુસરના જાગૃત નાગરિકોએ સંતોષની લાગણી વ્યક્ત કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here