GUJARAT : જામનગરના જોડિયા ગામની શેરીઓના જાહેર રસ્તા પર ગટરના દુષિત પાણીનો રેલો : તંત્રની ઘોર બેદરકારી

0
14
meetarticle

જામનગર જિલ્લાના જોડિયામાં પુર્વ પંચાયતના ભ્રષ્ટ શાસકો અને સરકારીતંત્રના પ્રતાપે છેલ્લા 15 વર્ષથી ભુગર્ભ ગટર યોજનાના નિર્માણ બાદ ગામના જાહેર અને શેરીઓમાં રસ્તા પર અવાર નવાર ગટરની કુંડિઓમાં ઉભરાતું દુષિત પાણીની સમસ્યાથી પ્રજા પિડાઈ રહી છે.

વર્ષ 2015 માં કેન્દ્ર સરકારની ભુગર્ભ ગટર યોજનામાં નિર્માણના સમય બાદ તંત્ર માટે ગટર યોજનાએ માથાંનો દુખાવો અને લોકો માટે નવી સમસ્યાનું કારણ બની છે. અને જોડિયાની ભુગર્ભ ગટર યોજના તંત્ર માટે નિષ્ફળતાનું કંલક સાબિત થઈ છે. તેમજ દિવસે દિવસે સરકાર માટે જોડિયાની ગટર યોજના “સફેદ હાથી” સમાન બની ચુકી છે. 

2015માં કેન્દ્ર સરકારની 11 કરોડના ખર્ચે નિર્માણ પામેલી ગટર યોજના તે સમયેના શાસકોની ભ્રષ્ટ નિતિને કારણે સરકારી તંત્રની મિલીભગતથી ભુગર્ભ ગટરની દુર્દશાથી ગામલોકો ત્રાહિમામ બન્યા છે. તે વર્ષેના સમયગાળામાં નિષ્ફળ બની ચુકેલી ગટર યોજનાને લઈને વિપક્ષ તાલુકા અને જીલ્લાની કોંગ્રેસ દ્વારા વિરોધ સ્વરૂપ આંદોલન કર્યું છે. તેમ છતાં શાસકપક્ષની ભાજપા સરકારને કશું ફરક પડયું નહિ, અને સરકાર જોડિયાની ભુગર્ભ ગટરની સમસ્યા નિવારવા માટે નાંણા પંચમાં લાખોની ખર્ચે જામ કુંડિઓમાં દુષિત પાણીના નિકાલ માટે મોટા વાહનો ફાળવવા પડ્યા. તેનુ મુખ્ય કારણ ભુગર્ભ ગટર યોજનામાં ગટરોનું દુષિત પાણીની નિકાલ વ્યવસ્થા માટે ગામના 3 જુદા-જુદા સ્થળે પંપિંગ સ્ટેશનો મરણ પથારીએ છે. જ્યારે પંપના યાંત્રિક સાધનોને ઘુળ ખાવાની નોબત આવી છે. ગામમાં 1800 જેટલી ભુગર્ભ ગટર યોજનાની કુંડિઓ કયારે ઉભરાય તે કહેવાય નહિ. જયારે ઉભરાય ત્યારે લોકોની મહોલ્લાથી પંચાયત તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગતા હોય છે. ત્યાં સુધી ગામલોકો વહેતાં દુષિત પાણીની વચ્ચેથી અવર જવર કરવા માટે મજબૂર બને છે. હાલ જોડિયામાં ભુગર્ભ ગટરની કુંડિઓ ઉભરાવાનું તો રોજનું થયું છે. હાલમાં ગામના માંડવી ચોક, ગામનો ચોરો, બારી શેરી જેવા વિસ્તારમાં ભુગર્ભ ગટરની કુંડિઓથી ઉભરાતું દુષિત પાણીનો રેલો જોવા મળી રહ્યો છે. બારી શેરી વિસ્તારમાં રામવાડી, ગીતામંદિર, અને શિવમંદિર આવેલ છે સવાર સાંજ શ્રધ્ધાળુઓના છુટકે દુષિત પાણીમાં અવરજવર કરી રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here