GUJARAT : જામનગરના 46 ગુનાઓ સંડોવાયેલો અને લુંટ કેસના ગુન્હામાં 7 વર્ષની સજા બાદ ફરાર આરોપીને LCBએ ઝડપી પાડ્યો

0
8
meetarticle

જામનગર શહેર, તાલુકા, માળીયા-મિયાણા, રાજકોટ, ગાંધીધામ, કંડલા પોલીસ મથકમાં જેના સામે કુલ 46 ગુનાઓ નોંધાયેલા છે અને જામનગરના એક લુંટ કેસમાં સાત વર્ષની જેલ સજા થયા બાદ નાસતા ફરતા આરોપીને જામનગર એલસીબીએ છરી સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે. 

વર્ષ 2018ના વર્ષમાં ગુણેશ્વરસિંધ ઇબોબીસિંગ લાયશ્રમ નામના શહેરની દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા રહિશના રહેણાંક મકાનમાં ત્રાટકીને અજાણ્યા ઈસમોએ ફરિયાદી અને તેના પરિવારજનોને ઈજા પહોંચાડીને રોકડ અને ચીજ વસ્તુઓની લુંટ ચલાવી હતી. આ કેસમાં આરોપી હનિક ઉર્ફે હનફો ચોર હુસેનભાઈ સના વાઘેર (રે. જોડીયાભુંગા, ગુલાબશાપીરની દરગાહ સામે, જામનગર)ને 7 વર્ષની સખત કેદ અને રૂ.5 હજારનો દંડનો કોર્ટે હુકમ કર્યો હતો. પરંતુ આ કેસમાં આરોપી ફરાર હતો. આ દરમિયાન એલસીબીના મયુદીનભાઈ સૈયદ અને અરણજભાઈ કોડિયાતર તથા ભરતભાઈ ડાંગરને બાતમી મળી હતી કે, સજા પામેલો આ ગુનેગાર હનફો બેડેશ્વર ઓવરબ્રીજ નીચે છે. તેથી તેઓએ ત્યાં જઈને હનફાને ઝબ્બે કરી લેતાં તેના પાસેથી છરી મળી આવી હતી. તેથી તેના સામે મેજીસ્ટ્રેટના જાહેરનામાના ભંગનો વધુ એક ગુનો નોંધ્યો છે. જામનગર જિલ્લામાં અને ગાંધીધામ, કંડલા, રાજકોટમાં મળીને તેની સામે કુલ 46 ગુના નોંધાયા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here