GUJARAT : જામનગરમાં કોર્પોરેટર ઉપર હુમલો કરવાના કેસમાં કોંગી કોર્પોરેટરની ધરપકડ : દોઢ દિવસના રિમાન્ડ મેળવાયા

0
8
meetarticle

જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા કોર્પોરેટર અસલમ ખીલજી ઉપર હુમલો થયો હતો, જે હુમલો કરાવનાર આરોપી કોંગી કોર્પોરેટર અલ્તાફ ખફી સામે ગુનો નોંધાયો હતો. જે ફરાર થઈ ગયેલા કોંગી કોર્પોરેટરની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે, જેના રિમાન્ડ મેળવ્યા છે.

જામનગરના પૂર્વ કોર્પોરેટર અસલમ ખીલજી ઉપર તેના જ વોર્ડના પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ખફીના ઈશારે કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ જે તે સમયે નોંધાવાઈ હતી. જેમાં કેટલાક આરોપીઓને ઝડપી લેવાયા હતા, પરંતુ અલ્તાફ ખફીની ગઈકાલે પોલીસે ધરપકડ કરી હતી.અને અદાલતમાં રજુ કરી તેના દોઢ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here