GUJARAT : જામનગરમાં ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતી યુવતી પર ઉદ્યોગપતિનું દૂષ્કર્મ

0
46
meetarticle

જામનગરમાં રહેતી એક યુવતીએ ઉદ્યોગપતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે તેને પોતાની કારમાં એક વિલામાં લઈ જઈને બેભાન કરનારૂં પ્રવાહી ભેળવી કોલ્ડડ્રિંક પીવડાવ્યું હતું. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તે અંગત પળોના ફોટા તેમજ વીડિયો શૂટિંગ કરી બ્લેકમેલ ચાલુ કરી પોતાની ઓફિસમાં  વારંવાર દૂષ્કર્મ  ગુજાર્યું  હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને બેડેશ્વર વિસ્તારમાં ઓઇલ મીલ ધરાવતા વિશાલ મહેન્દ્રભાઈ મોદી નામના અગ્રણી ઉદ્યોગપતિ કે જેની સામે એક મહિલાએ સિક્કા પોલીસ મથકમાં પોતાના પર વારંવાર દુષ્કર્મ ગુજારી પોતાના અંગત પળોના મોબાઇલમાં વિડીયો ઉતારી લઈ તેના આધારે વારંવાર બ્લેકમેલ કરતો હતો, અને પોતાની અંબર સિનેમા રોડ પર આવેલી ઓફિસમાં પણ બોલાવીને અનેક વખત દુષ્કર્મ ગુજારતો હતો, અને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળી જઇ આખરે આ પોલીસ ફરિયાદ નોંધાવી છે.  

ફરિયાદમાં જાહેર થયા મુજબ, આરોપી વિશાલને લોનની જરૂરિયાત હતી અને તે સંદર્ભે ભોગ બનનાર મહિલા કે જે આરોપી ઉદ્યોગપતિના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ પર વાતચીત શરૂ થઈ અને આરોપીએ મહિલા સાથે પરિચય કેળવી વિશ્વાસમાં લીધી હતી. ફેબુ્રઆરી માસમાં આરોપી વિશાલ મોદીએ મહિલાને એક પ્રોપર્ટી પર મોર્ગેજ લોન કરાવવાની વાત કરી તે પ્રોપર્ટી જોવા માટે સ્વામિનારાયણ મંદિર પાસે બોલાવી હતી. ઉદ્યોગપતિ પોતાની કાર લઈને ત્યાં પહોંચ્યો હતો અને મહિલાને એક વિલામાં લઈ ગયો હતો. લોન બાબતેની વાતચીત દરમિયાન  મહિલાને કોલ્ડડ્રિંક પીવા આપ્યું હતું. આ કોલ્ડડ્રિંક પીધા બાદ મહિલાનું શરીર ધુ્રજવા લાગ્યું અને તેણી બેભાન અવસ્થામાં સરી પડી. આરોપીએ મહિલાની આ સ્થિતિ અને એકલતાનો લાભ લઈ તેની ઈચ્છા અને મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here