GUJARAT : જામનગર જિલ્લાના 1.39 લાખ ખેડુતોને રૂ.3,475 કરોડની સહાય ચુકવાઈ : 1417 ખેડુતોને સહાય ચુકવવા માટેની પ્રક્રિયા અંતિમ તબક્કામાં

0
10
meetarticle

જામનગર જિલ્લામાં ખેડૂતોની માવઠાએ કમર તોડી હતી. વરસાદ અને પવનના કારણે મગફળી, કપાસ, શાકભાજી, સોયાબીન, અડદ સહિતના પાકોને નુકશાની પહોંચી હતી. ઉભા પાકને થયેલી નુકશાની બદલ સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપવા માટે 10 હજાર કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેના અનુસનધાને જામનગર જિલ્લામાં 1.90 લાખ ખેડૂતોને 3,475 કરોડની સહાય ચુકવીને અંદાજે 90 ટકા કામગીરી પુર્ણ કરી છે. જિલ્લામાં હવે માત્ર 1,417 ખેડૂતો સહાયથી વંચિત છે. 

જામનગર જિલ્લામાં છેલ્લા બે માસથી ખેડૂતોને સહાયની રકમ ચુકવવાની પ્રક્રિયા ચાલી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 1,30,703 ખેડૂતોના ખાતામાં સીધી સહાય જમા કરાવવામાં આવી છે. આ તમામ ખેડૂતોને કુલ રૂ.475,32,73,479 ની સહાય  ચુકવાઈ હોવાનું જિલ્લા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. ખેડૂતોની સહાયની રકમ ડાયરેક્ટ બેંક ટ્રાન્સકર (ડી.આર.ટી.) મારફતે ખેડૂતોના ખાતામાં જમા કરાતા ખેડૂતીમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here