જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. રાજકોટના નિવૃત્ત તલાટી કમ મંત્રી કે જે ધ્રોળ નજીક આવેલા જલારામ બાપાના મંદિરે દર્શન કરીને પોતાના સ્કૂટરમાં પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન હા કે નજીક એક કાર ચાલકે હડફેટમાં લઈ કચડી નાખતાં તેઓનું કરુણ મૃત્યુ નિપજ્યું છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે રાજકોટમાં ગ્રીનસીટી પાછળ જે કે પાર્કમાં રહેતા નિવૃત્ત તલાટી કમ મંત્રી પ્રવીણભાઈ વિઠ્ઠલપરા (ઉંમર વર્ષ 64) કે જેઓ તા 24 સપ્ટેમ્બરના દિવસે પોતાના પત્ની સાથે ધ્રોળ પંથકમાં આવ્યા હતા, અને ત્યાંથી તેઓ વાંકિયા ગામ પાસે આવેલા જલારામ બાપાના મંદિરે પોતાનું એકટીવા સ્કૂટર લઈને દર્શનાર્થે ગયા હતા.જે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન રાજકોટ- હાઇવે રોડ પર વાંકીયા ગામના પાટીયા પાસે સામેથી આવી રહેલી જી.જે. ૨૫ જે 2747 નંબરની કારના ચાલકે સ્કૂટર ને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં પ્રવીણ લચંદ્ર વિઠ્ઠલપરાને ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી, અને તેઓને સૌપ્રથમ ધ્રોળની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ ત્યારબપછી તેઓની લથડતા વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા, ત્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું છે.આ બનાવ અંગે મૃતકના પુત્ર તુષાર પ્રવિણચંદ્ર વિઠ્ઠલપરાએ ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે કે દલસાણીયા કબજો સંભાળી વધુંતપાસ હાથ ધરી છે જ્યારે અકસ્માત સર્જીને છૂટનાર કાર ચાલકની શોધ ખોળ હાથ ધરી છે.
