GUJARAT : જામ્બા ગામમાં કરુણ ઘટના : ત્રણ પુત્રોના લગ્ન ન થતાં પિતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

0
61
meetarticle

કદવાલ તાલુકા અંતર્ગત જામ્બા ચોકી કુળીયા ગામે એક કરુણ ઘટના સામે આવી છે. પોતાના ત્રણ પુત્રોના લગ્ન ન થતા માનસિક તાણ અને ચિંતાના કારણે ગામના રહેવાસી **રમણભાઈ ભાવાભાઈ રાઠવા (ઉંમર 52)એ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.

માહિતી અનુસાર, રમણભાઈ પોતાના ઘરના કોડિયામાં ગયા હતા અને ત્યાં દોરડા વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. ઘટના અંગે પરિવારજનોને જાણ થતા ઘરમાં ચીસો-પોકાર મચી ગયા હતા. થોડા સમયમાં જ ગામલોકો પણ મોટી સંખ્યામાં ત્યાં દોડી આવ્યા હતા અને સમગ્ર ગામમાં શોકનું મોજું ફેલાયું હતું.ઘટનાની જાણ થતાં જ કદવાલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને કદવાલ સામુહિક હોસ્પિટલ ખાતે ખસેડયો હતો જ્યાં ફરજ પરના તબીબોએ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.ત્રણ પુત્રોના લગ્ન ન થતાં તેઓ અંગે સતત ચિંતિત રહેતા રમણભાઈ છેલ્લા ઘણા સમયથી માનસિક તાણમાંથી પસાર થઈ રહ્યા હતા. અંતે તેમણે આ કડક પગલું ભરતા પરિવારજનો તથા ગામલોકોમાં ભારે શોક અને આઘાત છવાયો છે.હાલ કદવાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર: ઈરફાન મકરાણી કદવાલ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here