GUJARAT : જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી-ગીર સોમનાથ દ્વારા જિલ્લા કક્ષાના સ્કિલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું

0
55
meetarticle

તા. ૧૫/૧૨/૨૦૨૫ ના રોજ સમગ્ર શિક્ષા  ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ની કચેરી – ગીર સોમનાથ દ્વારા આયોજિત જીલ્લા કક્ષાના સ્કિલ કોમ્પીટીશન-2025 નું આયોજન શ્રી કૃપાલુ વિનય મંદિર-પ્રાંસલી ખાતે કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાની 30 વોકેશનલ શાળાઓના ૧૬૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન કૃતિઓ તૈયાર કરી  હતી. ત્યારબાદ દરેક કૃતિઓનું નિરીક્ષકો નિરીક્ષણ કરી અને નંબર આપવાની કામગીરી કરવામાં આવી હતી. પ્રથમ નંબર ઉપર  R.M.S.A.માધ્યમિક શાળા-રાખેજ (એગ્રીકલ્ચર ટ્રેડ) આવ્યો. જેમને મેડલ, પ્રમાણપત્ર, પેડ અને ટ્રોફી શ્રી માન.જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી. બોરીચા સાહેબના હસ્તે આપવામાં આવ્યા હતા. દ્રિતીય નંબર R.M.S.A.માધ્યમિક શાળા-સીંગસર (એગ્રીકલ્ચર ટ્રેડ) નો આવ્યો જેમને મેડલ, પ્રમાણપત્ર, પેડ અને ટ્રોફી EI શ્રી વી.બી. ખાંભલા દ્વારા આપવામાં આવ્યા હતા. તેમજ તૃતીય નંબર શ્રી સરકારી બોયજ હાઈસ્કૂલ-વેરાવળ (ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી ટ્રેડ ) નો આવ્યો હતો. જેમને મેડલ, પ્રમાણપત્ર, પેડ અને ટ્રોફી શ્રી કૃપાલુ વિનય મંદિર-પ્રાંસલીના સ્ટાફ મેમ્બર દ્વારા આપવામાં આવી હતી.


ઉપરોકત વિજેતા થયેલ દરેક સ્પર્ધકને ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીએમ.પી.બોરીચા સાહેબ દ્વારા શુભકામના પાઠવવામા આવી હતી, તેમની આ સિદ્ધિ બદલ ગર્વની લાગણી અનુભવે છે, તથા જીવનમાં આમ ઉત્તરોત્તર પ્રગતિ કરતાં રહો અને માતા-પિતાનું સપનું પૂર્ણ કરો તેવી શુભેચ્છા પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર સેવરા અમર કુમાર એમ. અને શ્રી કૃપાલુ વિનય મંદિર-પ્રાંસલીના વોકેશનલ ટ્રેનર મોરી શર્મિલા બેન દ્વારા કરવામાં આવ્યું હતું. તથા શ્રી કૃપાલુ વિનય મંદિર-પ્રાંસલી શાળાના આચાર્ય જાદવ સાહેબએ કાર્યક્રમના અંતે આભાર વિધિ કરી હતી અને જિલ્લા કક્ષાના સ્કિલ કોમ્પિટિશનના આયોજનને બીરદાવ્યુ હતું.

અહેવાલ : દિપક જોષી દ્વારા પ્રાચી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here