જીવનપુરા (નાના અંબાજી) ગામથી પાવાગઢ સુધી દર વર્ષે યોજાતી પરંપરાગત પગપાળા યાત્રા છેલ્લા ચાર પેઢીથી સતત આયોજિત કરવામાં આવે છે. શરૂઆતના સમયમાં આ યાત્રામાં માત્ર 40 થી 50 જેટલા ભક્તો જોડાતા હતા, પરંતુ છેલ્લા 15 થી 20 વર્ષોમાં આ યાત્રાએ વિશાળ સ્વરૂપ ધારણ કર્યું છે.
હવે છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના ભક્તો મોટી સંખ્યામાં જોડાતા હોવાથી દર વર્ષે આશરે 2,500 જેટલા ભક્તો આ યાત્રામાં ભાગ લે છે. જીવનપુરા (નાના અંબાજી)થી શરૂ થતી આ યાત્રા ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો સુંદર સમન્વય રજૂ કરે છે.
રોકાણ અને આયોજન
પ્રથમ રાત્રિ: કોસીંદ્રા
બીજી રાત્રિ: બોડેલીબોડેલી ખાતે આશરે 35 વર્ષથી સતત યાત્રિકોનું રોકાણ કરવામાં આવે છે, જેમાં છેલ્લા 18–19 વર્ષથી રાજુભાઈ સોની અને વિનુભાઈ મહાલક્ષ્મી વારા દ્વારા ઢોકલિયા વિસ્તારમાં રોકાણ તેમજ જમવાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.

ત્રીજી રાત્રિ: શિવરાજપુર
ત્યારબાદ યાત્રા પાવાગઢ મહાદેવની ચડત સાથે પૂર્ણ થાય છે.
આયોજકોનો આભાર વ્યક્ત
આ ભવ્ય યાત્રાને સફળ બનાવવા માટે વર્ષોથી સહયોગ આપતી ઢોકલિયા વિસ્તારની સમગ્ર જનતા તથા તમામ સેવાભાવી વ્યક્તિઓનો આયોજકો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર

