GUJARAT : જેતપુરપાવી તાલુકામાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૪૭૦૮૪ મતદારોના ભરાયા ફોર્મ

0
33
meetarticle

ખાસ સઘન મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૫ની પૂરજોશમાં ગુજરાતમાં ચાલી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત ૧૩૭-છોટાઉદેપુર તથા ૧૩૮-જેતપુર પાવી વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ જેતપુર પાવી તાલુકામાં કુલ-૧૪૩૭૫૨ મતદારો પૈકી ૪૭૦૮૪ મતદારોના ફોર્મ ભરીને ઓનલાઇન કરવામાં આવ્યા હતા .

જેતપુરપાવી મામલતદારશ્રી સોનાલી વી.ઓઝા દ્વારા અપીલ કરવામાં આવે છે જે મતદારોના ફોર્મ ભરવાના બાકી છે તે તમામ મતદારો પોતાના ફોર્મ બીએલઓ પાસે જઈ ફોર્મ ભરાવી જમા કરાવે.

જેતપુરપાવી તાલુકામાં ચાલી રહેલ ખાસ સઘન સુધારણા SIR-ની કામગીરીમાં મામલતદારશ્રી સોનાલી વી.ઓઝા અને તાલુકા વિકાસ અધિકારીશ્રી તેજસ પટેલ દ્વારા મતદાન મથકે જઇને બીએલઓને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા જરૂરી સૂચનો આપ્યા હતા. આ કામગીરીમાં જેતપુરપાવી તાલુકાનું સમગ્ર વહીવટી તંત્ર જોરશોરથી કામગીરી કરી રહ્યુ છે. SIRની કામગીરી પૂર્ણ થવાના ગણતરીના દિવસો બાકી હોઇ જેતપુરપાવી તાલુકાની જનતાને ફોર્મ ભરીને નવી મતદારયાદીમાં પોતાનું નામ સુનિશ્વિત કરવા નમ્ર અનુરોધ છે.

રીપોર્ટર :અંજુમ ખત્રી છોટાઉદેપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here