ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર તથા નાયબ પોલીસ અધિક્ષક રોહીતસિંહ ડોડીયા તરફથી અવાર-નવાર વણશોધાયેલ મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચના આપેલ. જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમાર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એક અરજદાર પોતાના ચોરી થયેલ મોટર સાયકલની ફરીયાદ કરવા માટે જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે આવેલ હતા. જેથી તુરંત જ બનાવવાળી જગ્યાએ જેતપુર સીટી પો.સ્ટે.ના સર્વેલન્સ ટીમએ બનાવવાળી જગ્યાની આજુ બાજુમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરી, પ્રાથમીક તપાસ કરતા અરજદારનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ભુલથી બાજુના કારખાનામાં કામ કરતો માણસ પોતાનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ સમજી ઘરે લઇને જતો રહેલ હતો. જેથી તુરંત જ તેનો સંપર્ક કરી, અરજદારનું મોટર સાયકલની પ્રાથમીક તપાસ કરી તેઓને ગણતરીના કલાકોમાં શોધી અરજદારને પરત કર્યુ હતું.

REPORTER : સુરેશ ભાલીયા જેતપુર

