જેતપુરના જેતલસર રેલવે ઓવરબ્રિજ પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ડમ્પર ચાલકે ઇકો વાનને અડફેટે લેતા, વાનમાં સવાર નવ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાના પહોંચી હતી,

મળતી માહિતી મુજબ, કોટડાસાંગાણી તાલુકાના નવાગામ રામપરા ગામનો એક પરિવાર ઇકો વાનમાં બેસીને જેતપુર જેતલસર ખાતે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. તે દરમિયાન, જેતલસર રેલવે ઓવરબ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પર ચાલકે ઇકો વાનને જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો વાનમાં બેઠેલા તમામ નવ લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક અસરથી તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ જેતપુર તાલુકા પોલીસનો સ્ટાફ પણ તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્તોના નિવેદન નોંધીને ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

