જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે આવેલ ગિરિરાજ વેશ હાઉસ માંથી થયેલ મગફળીની ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં જેતપુર તાલુકા પોલીસે ઝડપી ગુનાનો ભેદ તા.07 – 08 – 2025 ના રોજ ઉકલી નાખ્યો હતો, ત્યારે આ કામગીરીમાં બેસ્ટ ડિટેક્શન નો એવોર્ડ તરીકે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ ગંભીરનું રેન્જ આઈજી અને રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા એવોર્ડ આપી સન્માન કરાયું હતું.

જેતપુર તાલુકા પો.સ્ટે.માં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૪), ૫૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ જેમાં નાફેડ દ્વારા સ્ટોરેજ માટે રાખવામાં આવેલ મગફળીના જથ્થામાંથી કુલ-૧૨૧૨ ગુણી જેની કુલ કિંમત રૂ.૩૧,૬૪,૯૫૬ ની ચોરી થયેલ જે અંગે ગણતરીના કલાકોમા ટેકનીકલ સોર્સીસની મદદથી તમામ આરોપીને શોધી કાઢી રોકડા રૂ.૧૫,૩૫,૦૦૦ તથા અન્ય કુલ કિંમત રૂ.૧૭,૨૫,૦૦૦ નો મુદામાલ રિકવર કરી ગુનાનુ સમય મર્યાદામાં ડિટેક્શન કરવા બદલ આ પ્રશંસાપત્ર આપવામાં આવે છે.
આપના દ્વારા ઉપરોકત કાયદો અને વ્યવસ્થાની કામગીરી ઉમદા અને ખંતપુર્વક કરવામા આવેલ, જે પ્રશંસનીય છે. આપ ભવિષ્યમા આ રીતે કાયદો અને વ્યવસ્થાને ઉપલક્ષ કરવાની થતી તમામ કામગીરી નિષ્ઠાપુર્વક અને ખંતપુર્વક બજાવશો તેવી અપેક્ષા સહ.
REPORTER : સુરેશ ભાલીયા જેતપુર

