GUJARAT : ઝઘડિયા-અંકલેશ્વર રોડ પર ધોંસ: ભૂસ્તર વિભાગે ૧૮ ડમ્પર ટ્રક પકડી ₹૩.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

0
54
meetarticle

ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહનને ડામવા માટે ભૂસ્તર વિભાગે જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ છેલ્લા દસ દિવસમાં આક્રમક કાર્યવાહી કરી છે. ભૂસ્તર વિભાગે ફ્લાઇંગ સ્કવોડ, ગાંધીનગર અને સુરતની ટીમો સાથે મળીને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.


​ ​ઝઘડિયાના પાણેથા-ઉમલ્લા રોડ, રાજપારડી-ઝઘડિયા રોડ અને અંકલેશ્વર વિસ્તાર ખાતેથી સાદી રેતી, હાર્ડ મુરમ અને બ્લેકટ્રેપ ખનીજનું બિનઅધિકૃત વહન કરતાં કુલ ૧૮ ડમ્પર ટ્રક પકડી પાડવામાં આવ્યા હતા. આ વાહનોનો મુદ્દામાલ આશરે ₹૩.૩૦ કરોડ જેટલો જપ્ત કરવામાં આવેલો છે. આ ૧૮ વાહનોના માલિકો સામે દંડકીય કાર્યવાહી કરીને કુલ ₹૩૩.૯૯ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
​આ ઉપરાંત, અંકલેશ્વરના કાંસિયા ખાતે સાદી માટીનું બિનઅધિકૃત ખનન કરતાં ૫ વાહનો પકડી ₹૧.૫૦ કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો છે અને ₹૭.૪૫ લાખનો દંડ વસૂલ કરાયો છે. તેમજ ભરૂચના કરજણ ખાતેથી પણ સાદી માટીના ખનન સાથે સંકળાયેલી ૧ ડમ્પર ટ્રક અને ૧ લોડર મશીનરી પકડી ₹૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે.
​ભૂસ્તર વિભાગે છેલ્લા ૧૦ દિવસમાં કુલ ₹૫.૫૦ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને ₹૪૧.૪૪ લાખથી વધુનો દંડ વસૂલ્યો છે. સ્થળ પર ખાણકામ અંગેની માપણી હાથ ધરી નિયમોનુસારની આગળની કાર્યવાહી ચાલુ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here