GUJARAT : ઝઘડિયા તાલુકામાં ફરી વાહનચોરો સક્રિય: સારસા અને પડાલ સહિતના વિસ્તારોમાં મોટરસાયકલ ચોરીની ઘટનાથી માલિકોમાં ચિંતા

0
30
meetarticle

​ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ફરી એકવાર વાહનચોરો સક્રિય થતાં વાહન માલિકોમાં ચિંતા પ્રસરી છે. તાજેતરમાં રાજપારડી પોલીસ મથક વિસ્તારના સારસા ગામેથી ઘર નજીક પાર્ક કરેલી એક મોટરસાયકલ ચોરાઈ હોવાની ઘટના સામે આવી છે, જોકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.


​બીજી તરફ, ઝઘડિયા તાલુકાના પડાલ ગામેથી મોટરસાયકલ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. રહેનવા ગામના સતિષ રમેશભાઈ વસાવાએ પોતાના કાકાના ઘરે ગયા હતા, જ્યાં તેમણે રસ્તા નજીક પાર્ક કરેલી મોટરસાયકલ પરત આવતા જોવા ન મળતાં ઝઘડિયા GIDC
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
​વારંવાર બનતી ચોરીની ઘટનાઓ છતાં પોલીસ ફરિયાદ ન થવાના કિસ્સાઓમાં ચોરોને મોકળું મેદાન મળી જતું હોવાના સવાલો ઊભા થયા છે. તાલુકાની જનતાની સ્પષ્ટ માંગણી છે કે પોલીસે રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવે જેથી વાહનચોરોને ઝડપી શકાય અને વાહન માલિકોને રાહત મળે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here