GUJARAT : ટેટ પરીક્ષામાં હવે 30 મિનિટ વધુ મળશે : હવે 120 મિનિટ મળતાં હજારો ઉમેદવારોને ફાયદો

0
50
meetarticle

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી 12 ઓક્ટોબરે ગુજરાતના વિવિધ શહેરોના કેન્દ્રોમાં સ્પેશ્યલ એજ્યુકેટર્સ માટેની  ટેટ-1 અને ટેટ-2 પરીક્ષા લેવામા આવનાર છે. ત્યારે ટેટ-1માં જે 90 મીનિટનો પરીક્ષા સમય હતો તેમાં વધારો કરીને 120 મિનિટકરી દેવાયો છે. જ્યારે સામાન્ય શિક્ષકો માટેની ટેટ-1માં પણ હવે 30 મિનિટ વધારવા માટેની દરખાસ્ત છે. જે થોડા સમયમાં મંજૂર થઈ જશે.

સ્પેશિયલ એજ્યુકેટર્સ માટેની અને સામાન્ય શિક્ષક માટેની એમ બંને ટેટમા હવે 120 મિનિટ મળશે

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેના ખાસ શિક્ષક એટલે કે સ્પેશ્યલ એજ્યુકેટર્સ માટેની ધો.1થી5ની ટેટ-1 અને ધો.6થી 8ની ટેટ-2 પરીક્ષા આગામી 12 ઓક્ટોબરે લેવામા આવનાર છે. આ બંને પરીક્ષા માટેના જાહેરનામા અગાઉ જાહેર કરી દેવાયા હતા. ત્યારે ટેટ-1 પરીક્ષાના જાહેરનામામાં પરીક્ષાનો સમયગાળો 90 મિનિટ હોવાનો ઉલ્લેખ હતો. પરંતુ ઉમેદવારોએ રજૂઆત કરી હતી કે ટેટ-2માં 150 પ્રશ્નો સામે 120 મિનિટઆપવામા આવે છે. જેથી પરીક્ષા બોર્ડ દ્વારા સરકારની મંજૂરીથી ટેટ-1માં પણ 90 મીનિટથી સમય વધારીને 120 મિનિટ કરી દીધો છે. આમ સ્પેશ્યલ એજ્યુકેટર્સ માટેની ટેટ-1 પરીક્ષામાં 30 મિનિટ સમય વધતા સામાન્ય વિદ્યાર્થીઓના શિક્ષક માટેની ટેટ-1 માં પણ સમય વધારાશે.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ માટે સરકારની મંજૂરી માંગતી દરખાસ્ત કરી દેવાઈ છે અને જે પણ સરકાર દ્વારા મંજૂર કરી દેવાશે.જેથી તેની પણ હવે થોડા દિવસમાં જાહેરાત કરી દેવાશે. ધો.1થી5ના શિક્ષક માટેની સામાન્ય ટેટ-1 અને ટેટ-2 પરીક્ષાનું જાહેરનામું હજુ બહાર પડ્યુ નથી.

પરંતુ મળતી માહિતી મુજબ દિવાળી પહેલા બહાર પડી જવાની શક્યતા છે. મહત્ત્વનું છે કે આમ બંને પ્રકારની ટેટ-1માં 150 એમસીક્યુ પ્રશ્નોના જવાબો આપવા માટે વધુ 30 મિનિટમળતા હજારો ઉમેદવારોને ફાયદો થશે. સ્પેશ્યલ એજ્યુકેટર્સ માટેની ટેટ-1 અને ટેટ-2માં 4500થી વધુ ઉમેદવાર નોંધાયા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here