GUJARAT : ડાકોરમાં ઠાકોરજી વેપારી બન્યા ભક્તોએ લાખોની બોણી લખાવી

0
63
meetarticle

 ડાકોરના ઠાકોરજીના ચોપડે એકવાર દિવાળી બોણી લખાય તે ભક્તના વેપાર- ધંધામાં વૃદ્ધિ થાય છે. તેવી માન્યતાને આધારે આજે દિવાળીની બોણી લખાવવા માટે પડાપડી થઈ હતી. એક લાખથી વધુ ભક્તોએ દિવાળીના પર્વે ઠાકોરજીના દર્શન કર્યા હતા.

યાત્રાધામ ડાકોર મંદિરમાં દિવાળીના પર્વે ઝરીભરેલા વસ્ત્રો, હીરા- માણેકની માળા સહિત અમૂલ્ય આભૂષણોના શ્રૂંગાર ઠાકોરજીને કરાયા હતા. લોકમાન્યતા મૂજબ વર્ષમાં એક વાર દિવાળીના દિવસે ઠાકોરજી વેપારી બની રાતે ૮ વાગ્યે બિરાજમાન થાય છે. 

વેપારની નોંધ માટે ઠાકોરજીના સેવકો દ્વારા સવારે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે વિધિવત્ ચોપડાપૂજન કરાયું હતું. પૂજન કરેલા ચોપડાંમાં આજે રાત્રિ દરમિયાન ઠાકોરજી જે વેપાર કરે તેની બોણી લખવામાં આવી હતી. રાતે લગભગ ૮ કલાકે ઠાકોરજીની સન્મૂખ મંદિરમાં હાટડી ભરવામાં આવી હતી. હાટડીમાં ડ્રાયફ્રૂટ, શાકભાજી સહિતની સામગ્રી મૂકીને પૂજન કરેલા ચોપડાંમાં થયેલા વેપારની બોણી લખવામાં આવી હતી. બોણી લખાવવા મંદિરના કાચના ઓટલાં પર ભક્તોની ભારે ભીડ જામી હતી. પરંપરા મુજબ ઠાકોરજીના દર્શનાર્થે આવેલા ભક્તોએ લાખો રૂપિયાની બોણી લખાવી હતી. ડાકોરમાં પ્રકાશનું પર્વ દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here