વડગામ તાલુકાના ડાલવાણા ગામે વારંદાવીર દાદાના મંદિરે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિના નવમા શુક્રવારના દિવસે પલ્લી ભરાઈ હતી. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અને પલ્લીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ડાલવાના ગામે અતિ પ્રાચીન અને સરસ્વતી નદીના કિનારે અતિ રમણીય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર વાતાવરણમાં વારંદાવીર દાદાનું મંદિર આવેલું છે. જે મંદિર ગામથી એકાદ કિલો મીટર દૂર આવેલું છે. જે વીર દાદાના ભક્તો દેશભરમાં છે. ત્યારે નવરાત્રીના નવમા દિવસે મંગળવારે વારંદાવીર દાદાની પલ્લી ભરાઈ છે. જે પલ્લી ગામમાં આવેલા વારંદા વીર પાટસ્થાન ખાતે તૈયાર થાય છે. જે બાદ પલ્લી પ્રથમ મુસ્લિમ જાગીરદારના મહોલ્લામાં જાય છે. ત્યાં મુસ્લિમ બિરાદરો પલ્લીમાં ઘી ચઢાવે છે. ત્યાંથી પલ્લી ગામમાં પરિભ્રમણ કરે છે અને બાદમાંએ પલ્લી ગામની વચ્ચે ચોકમાં આવે છે. જ્યાં પલ્લી ઉપાડનાર વ્યક્તિની વીર દાદાના ભૂવાજી નટુભાઈદ્વરા પીઠ થબડાવતા ની સાથેજ પલ્લી ઉપડનાર પાવનવેગે ગામથી એક કિલોમીટર દૂર આવેલા વારંદા વીર દાદાના મંદિરે દોટ મૂકીને પહોંચે છે. અને. ત્યાં હજારો ભક્તો પહોંચે છે.ત્યાં ભક્તો વીર મહારાજ ની આરતીના દર્શન કરી પલ્લીનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે. અને વીર મહારાજ પર ભક્તોને અપાર શ્રધ્ધા હોવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.
પ્રતિનિધિ : દિપક પુરબીયા

