તારાપુરના ટોલ ગામેથી પરપ્રાંતિય નકલી ડૉક્ટર ઝડપાયો હતો. પોલીસે દવા, ઈન્જેક્શન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી રૂ. ૪૨ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ ૧૯૬૩ની કલમ ૩૦ અને ૩૫ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ખડા ગામે ફરજ બજાવતા મેડિકલ ઓફિસરને માહિતી મળી હતી કે, ટોલ ગામના બ્રિજ પાસે આવેલી ઇન્દિરા કોલોનીમાં એક પરપ્રાંતિય શખ્સ ડૉક્ટરની ડિગ્રી ન હોવા છતાં ગેરકાયદે દવાખાનું ચલાવે છે. જેથી તાલુકા હેલ્થ ઓફિસર અને તારાપુર પોલીસ દ્વારા બાતમી વાળી જગ્યાએે તપાસ હાથ ધરવામાં આવતા એક મકાનમાં ગેરકાયદે દવાખાનંુ ચલાવતો શશી ભૂષણસિંહ કુશવાહ (ઉં.વ. ૬૨, મૂળ રહે. મેદનીપુર, ભગવાન વિગા, તા. શાશારામ, જિ. રોહતાસ, પો. કંચનપુર, બિહાર)નામનો શખ્સ કોઈ પણ મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવતો ઝડપાયો હતો. પોલીસ સ્થેથોસ્કોપ, બીપી માપવાનું મશીન, દવાઓ, ઇન્જેક્શનનો સહિત રૂ. ૪૨,૩૦૮નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા નકલી ડૉક્ટર સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

