તારાપુરમાં હડકાઈ ગાયે આતંક મચાવતા નગરજનોના જીવ તાળવે ચોંટયા હતા. ગાયે લોકોને શિંગડે ચઢાવતા ભયનો માહોલ ફેલાયો હતો. રેસ્ક્યૂ કરાયા બાદ મૃત્યુ પામતા વિધિ સાથે ગાયના અંતિમ સંસ્કાર કરાયા હતા.

તારાપુર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. શહેરના મુખ્ય માર્ગો ઉપર અડિંગો જમાવી બેઠેલા પશુઓના કારણે વાહન ચાલકો, રાહદારીઓ સહિત સ્થાનિકો અકસ્માતના ભય સાથે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. ત્યારે મંગળવારની સવારે તારાપુરમાં હડકાઈ ગાયે આતંક મચાવ્યો હતો. રસ્તાઓ અને ગલીઓમાં શિંગડા ઉછાળતી ગાયના કારણે નગરમાં ભયનો માહોલ સાથે શહેરીજનો પરેશાન બન્યા હતા.
આખરે તારાપુર પાલિકાની ટીમે રાતે ૮ વાગ્યાના અરસામાં ગાયને નગરપાલિકા પાસે મહા મહેનતે રેસ્ક્યૂ કરી પાંજરે પૂરવામાં આવી હતી. રેસ્ક્યૂ દરમિયાન સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જોકે, બુધવારે સવારે ગાય મૃત્યુ પામી હતી. ત્યારે ગાયનો વિધિવત અંતિમ સંસ્કાર કરાયો હતો.

