વડાપ્રધાનના જન્મ દિવસ પછી પણ લુણાવાડા નગરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.ત્યારે આજે આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત લુણાવાડા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં આપણા મહીસાગર જીલ્લાના આદરણીય જીલ્લા પ્રમુખ દશરથભાઈ બારીયા સાથે પૂર્વ પ્રમુખ જે.પી.પટેલ સાથે સેવા પખવાડિયાના પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા તાલુકા કક્ષાએથી માંડીને જીલ્લા કક્ષાએ વિવિધ જગ્યાએ કાર્યક્રમો ચાલે છે. ત્યારે મોદીજીના જન્મ દિવસની ઉજવણી વિવિધ જગ્યાએ ઉત્સાહભેર મહીસાગર જીલ્લામાં ઊજવણીની વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ છે.ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદેદારો આ રક્તદાન લુણાવાડા નગરના કાર્યકરો હોદેદારો કેમ્પમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા.
REPOTER : દિલીપભાઈ બારીઆ

