સમસ્ત ત્રાગડ બ્રાહ્મણ સોની પરિવાર મંચ દ્વારા ડભોઇ સત્તર ગામ પટેલ વાડી ખાતે સમગ્ર સમાજનો ભવ્ય રાજ્ય કક્ષાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં સમાજના પ્રમુખ મનોજભાઈ પી સોની ના અધ્યક્ષ પરના હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓ ને સન્માનિત કર્યા બાદ જણાવ્યું હતું કે
પાયામાં છે શિક્ષણની જ્યોત, ને સંગઠનનો છે તેજસ્વી તારલાઓને સન્માન મળ્યું, છલકાયો પ્રેમ અપાર ગુજરાતમાં વસતા સમાજની ગૌરવશાળી પરંપરાને વેગ આપવા ને મજબૂત બનાવવા માટે ડભોઇ ખાતે રાજ્ય કક્ષાનો ભવ્ય વિદ્યાર્થી સન્માન તથા સમાજની નારી શક્તિ વડીલોનો સત્કાર તથા વિશેષ સિદ્ધ મેળવેલા વિદ્યાર્થીઓ ને એવોર્ડ અભિવાદન સમારંભ યોજાયો હતો.

સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મંચ પર સન્માનિત કરીને તેમના ઉજ્જવળ ભાવિ માટે શુભેચ્છા આપવામાં આવી હતી. આ ઉપરાંત, સમાજની સેવા માટે જીવન સમર્પિત કરનાર વડીલોને અને વિવિધ ક્ષેત્રોમાં સમાજનું ગૌરવ વધારનાર વ્યક્તિઓનુ એવોર્ડ આપી સન્માન ગુજરાત સમાજના દ્વારા કરવામાં આવ્યું હતું.સમાજની સેવા કરનાર વડીલોના સહિત અન્ય પ્રતિભાઓને આ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.મહાનુભાવોનું પ્રેરક સંબોધન આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ સમાજને પ્રેરણા આપી હતી:

મુખ્ય મહેમાન મનોજભાઈ પી સોની એ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, “સમાજની મુખ્ય ધારા સાથે ભળવું હશે તો શિક્ષણ સિવાય કોઈ વિકલ્પ નથી.”
સમાજના યુવાનોને સાયબર ફ્રોડ અને બેન્ક ખાતા ભાડે આપવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવાની ચેતવણી આપી હતી.
સંગઠનમાં જોડાઈને તન, મન અને ધનથી સહકાર આપવા હાકલ કરી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રમુખ સુરેશભાઈ રવિશંકર સોની અને સમાજના આગેવાનો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

