વાવ-થરાદ પંથકમાં લગ્ન તેમજ મરણ પ્રસંગે અફીણ તેમજ અફીણના રસનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો હતો અને હજારો રૂપિયાનું અફીણ વપરાતું હતું અને નવા-નવા નાની-નાની ઉંમરના યુવાનો પણ આ અફીણ અને રસના રવાડે ચડતા હતા ત્યારે થોડા સમયથી લોકો સ્વૈચ્છિક પ્રતિબંધ કરી રહ્યા છે ઘણા લગ્ન પ્રસંગની પત્રિકામાં પણ હવે લોકો લખાવે છે કે વ્યસન મુક્ત રાવણું રાખેલ છે તેવું તેમજ મરણ પ્રસંગે પણ ઘણીબધી જગ્યાએ હવે અફીણ બંધ કરવામાં આવી રહ્યું છે

ત્યારે થરાદ તાલુકાના નાનોલ ગામે પ્રજાપતિ સમાજમાં તળસીબેન ધરમાજી પ્રજાપતિ દેવલોક પામતાં તેમના મરણ પ્રસંગે બેસણામાં અફીણ સદંતર બંધ રાખવામાં આવ્યું છે તેમના દીકરા સવજીભાઈ એ અને કરશનભાઇએ જણાવ્યું હતું કે હવે દિનપ્રતિદિન આવા અફીણના અને કેફી પદાર્થોના રવાડે યુવાધન ચડી રહ્યું છે તેને અટકાવવા અમે અમારાથી આ નાનકડી શરૂઆત કરી છે અને લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે તમે પણ આ રીતે વ્યસન મુક્ત પ્રસંગ કરો આપણે બધા સાથે મળી આવી શરૂઆત કરીશું તો આવનાર સમયમાં આ દુસણ ધીરેધીરે બંધ થઈ શકે છે. જોકે તેઓના આ નિર્ણયને ગામના તેમજ સમાજના યુવાનોએ બિરદાવ્યો હતો.
અહેવાલ : રાજેશ જોષી : વાવ-થરાદ

