થરાદ ખાતે નાઈ સમાજ થરાદરી પરગણા દ્વારા શૈક્ષણિક સંકુલનું ભવ્ય અને ઐતિહાસિક લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ તેમજ સંત શ્રી સેનજી મહારાજની પ્રતિમાનુ અનાવરણ કાર્યક્રમ યોજાયો જેમાં આ સમારોહ પૂજ્ય સંત સેનાચાર્ય અચલાનંદગિરજી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજાયો

અને તેમના હસ્તે રીબીન કાપીને શૈક્ષણિક સંકુલને ખુલું મુકવામાં આવ્યું જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગુજરાત કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, બનાસકાંઠા સંસદ ગેનીબેન ઠાકોર, મંત્રી સ્વરૂપજી ઠાકોર, પરબતભાઈ પટેલ સહિતના તમામ આગેવાનો, રાજકીય આગેવાનો , અધિકારીઓ સહિત નાઈ સમાજના લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને નાઇ સમાજના પ્રમુખ આંબાભાઈ સોલંકી દ્વારા વર્ષો પહેલા જે સપનુ જોયુ હતુ કે થરાદમાં એક શૈક્ષણિક સંકુલભવનનું નિર્માણ થાય અને સમાજના વિદ્યાર્થીઓ તેમાં ભણી ગણી એને આગળ વધે તે દિશામાં વર્ષો પહેલા કામ ઉપાડ્યું હતું અને 15 જાન્યુઆરીએ આ કામ પૂર્ણ થયું હતું અને તમામ સંતો મહંતો અને આગેવાનોની ઉપસ્થિતમાં આ ભવનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું જેમાં સેનાચાર્ય અંચલાનંદગિરજી મહારાજે પણ સમાજના વિકાસ માટે સમાજ આગળ વધે અને શિક્ષણમાં આગળ વધે અને સમાજના લોકો પણ ખૂબ આગળ વધે તેના માટે અને હજુ આનાથી પણ વધુ સ્કૂલોનું નિર્માણ થાય તેના માટે આશીર્વાદ આપ્યા હતા અને તેમને તમામ નાઈ સમાજના બંધુઓનું અભિનંદન પાઠવ્યા હતા તેમજ આ પ્રસંગે સત્યાનંદગીરી બાપજી, વાવ રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ,ગુલાબસિંહ રાજપુત,ડી ડી રાજપુત, અર્જુનસિંહ વાઘેલા,પથુસિંહ રાજપુત, શૈલેષભાઈ પટેલ,ભગવાનભાઈ જોષી, ગીતાબેન નાઈ(કોંગ્રેસ વાવ-થરાદ જિલ્લા મહિલા પ્રમુખ),દાનાભાઈ માળી, તુલસીભાઈ ધુમડા, રામભાઈ રાજપુત, ગુલાબગીરી અતિત સહિત ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : રાજેશ જોષી : વાવ-થરાદ

