થરાદ–ડીસા હાઈવે રોડ ઉપર ભારતમાલા પુલ નીચે આવેલા સર્કલ પાસે આજે ટ્રેક્ટર-ટ્રોલા અને બોલેરો કેમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું, જો કે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રાફિકભીડ અને સર્કલ નજીક અચાનક બ્રેક પડતા બંને વાહનો વચ્ચે અથડામણ થઈ હતી. અકસ્માતના કારણે થોડીવાર માટે હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વાહનવ્યવહારને સુચારુ બનાવવામાં મદદ કરી હતી.
આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા ન થતાં લોકોમાં રાહતનો શ્વાસ લેવાયો હતો.
અહેવાલ પ્રધાનજી ઠાકોર

