થરાદ પોલીસ દ્વારા અવારનવાર કાળા કાચની અને નંબર પ્લેટના વાહનો સામે કાર્યવાહી કરવાની ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે ત્યારે ગતરોજ પણ થરાદ પોલીસે કેટલીય ગાડીઓના કાળા કાચ ઉતરાવી દંડ ફટકાર્યો હતો.

થરાદ પોલીસ દ્વારા છેલ્લા થોડા સમયથી અનૈતિક પ્રવૃત્તિઓને અટકાવવા માટે કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગતરોજ પણ થરાદ પોલીસ દ્વારા કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં કાળા કાચની ગાડીઓના કાળા કાચ ઉતારી દંડ આપી તેમજ નંબર પ્લેટ વગરના વાહન ચાલકોને પણ દંડ આપી ને કાર્યવાહી કરવામાં આવી હતી.
થરાદ ના કેટલાક ઓટો કન્સલ્ટ વાળાઓ ને ત્યાં પડેલી મોટા ભાગની ગાડીઓને કાળા કાચ છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે
અહેવાલ : રાજેશ જોષી : વાવ-થરાદ

