કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરમાં નેશનલ હાઈવેનં-૨૭ થી નજીક નાનાજામપુર તાણારોડ પાસે બસ સ્ટેન્ડની બાજુમાં સરદાર કૃષિ ગંજ,ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટયાર્ડ થરા આવેલ છે.તા. ૩૦/૦૬/૨૫ ના રોજ આ માર્કેટયાર્ડની સામાન્ય ચૂંટણી પૂર્વ ચેરમેન માર્કેટ યાર્ડ (ભાજપ) સામે ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલના ચૌદ ચૌદ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર માં યોજાયેલ અને તા.૧/૭/૨૫ ના પરિણામમાં ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલે ચૌદમાંથી અગિયાર બેઠકો જીતી ભવ્ય વિજય મેળવ્યો હતો.જેમાં ભાજપ પરિવર્તન પેનલ ખેડૂત મત વિભાગમાં ઉમેદવારો વિજેતા
બાબુભાઈ માલાભાઈ પટેલ-
ઇશ્વરભાઇ અણદાભાઇ પટેલ-
ભગવાનભાઈ કરશનભાઈ પટેલ –
લક્ષ્મણભાઈ નાનજીભાઈ પટેલ-
રામાજી કપૂરજી ઠાકોર- પ્રવીણભાઈ અમરતભાઈ દેસાઈ-
મગનભાઈ હરદાસભાઇ દેસાઈ-
ભેમાજી ભોમાજી જાદવ-
પૂર્વ.ચેરમેન અણદાભાઈ પટેલ પેનલ ખેડૂત મત વિભાગમાં બે ઉમેદવારો વિજેતા
અણદાભાઈ રામાભાઈ પટેલ-
કરશનભાઈ રમાભાઈ પટેલ-
*ભાજપ પરિવર્તન પેનલ વેપારી મત વિભાગમાં ૩ ઉમેદવારો વિજેતા
કિરીટભાઈ અમૃતલાલ અખાણી-
નાગજીભાઈ ભેમાભાઈ પટેલ-
નરેશભાઈ નરભેરામભાઈ જોષી-
અણદાભાઈ પટેલની પેનલ વેપારી મત વિભાગમાં ૧ ઉમેદવાર વિજેતા
મુકેશભાઈ સોમાભાઈ રાવલ-
ચુંટણી પરિણામ બાદ ચેરમેન વાઇસ ચેરમેનની પસંદગી થવાને બદલે તારીખ પે તારીખ આવતાં સહકારી રાજકીય આગેવાનો કાર્યકરો જિજ્ઞાશુઓની નજર આગામી તા.૨૦/૯/૨૫ની નવી તારીખે શું થાય છે તેના પર હતી ત્યાં જ તા.૩૦/૮/૨૦૨૫ના જિલ્લા રજીસ્ટાર પાટણ કમ ચુંટણી અધિકારી થરા માર્કેટ યાર્ડ દ્વારા ચુંટાયેલા સભ્યોનેઆપવામાં આવેલ એજન્ડા નોટિસ મુજબ ગઇકાલે તા.૮/૯/૨૫ ના સવારે મેઘહેલી વચ્ચે પ્રથમ ટર્મ માટે સભાપતિ(ચેરમેન), ઉપસભાપતિ (વાઇસ ચેરમેન)ની પસંદગી કરવા માટે થરા માર્કેટ યાર્ડ ખાતે ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌની નજર તો ભાજપના મેન્ડેડ પર જ ટકેલી હતીને ચુંટણી પ્રક્રિયામાં ભાજપના મેન્ડેડ મુજબ સભાપતિ (ચેરમેન)માં ઇશ્વરભાઇ અણદાભાઇ પટેલ અને ઉપસભાપતિ(વાઇસ ચેરમેન વેપારી વિભાગમાંથી કીરીટકુમાર અમૃતલાલ અખાણી (ઠકકર)નું એમ બે સભ્યોના જ ઉમેદવારી પત્ર રજૂ થતાં સિત્તેર દિવસ બાદ પ્રથમ ટર્મ માટે ચેરમેન પદે ખેડૂત વિભાગમાંથી ઈશ્વરભાઈ અણદા ભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદે વેપારી વિભાગમાંથી કીરીટ કુમાર અમૃતલાલ અખાણી ઠકકર ને બિનહરીફ જિલ્લા રજીસ્ટાર પાટણ કમ ચુંટણી અધિકારી થરા માર્કેટ યાર્ડ દ્વારા ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.
ચેરમેન-વાઇસચેરમેનની પસંદગી નું કોકડું ઉકેલાતા સમગ્ર અધ્યાય પૂરો થયો અને રાજકીય સહકારી અગ્રણીઓએ હાશકારો અનુભવ્યો હતો.થરા માર્કેટ યાર્ડ ના વહીવટદાર તરીકે જિલ્લા રજિસ્ટ્રાર તા.૧૭/૦૭/૨૦૨૪ થી ૮/૯/૨૦૨૫ સુધી શાસન કર્યું.હવે બનાસકાંઠા – પાટણ જિલ્લામાં સહકારી રાજકીય આગેવાનો કાર્યકરો જિજ્ઞાસુઓનું ધ્યાન બનાસ ડેરીની ચૂંટણી પર કેન્દ્રિત રહેશે.
પ્રતિનિધિ : માનસિંહ ચૌહાણ કાંકરેજ

