વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મળેલી ચોક્કસ બાતમીના આધારે, નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળના એક ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. વલસાડ LCB ની ટીમે બાતમીના આધારે વાપી બલીઠા રેલવે ઓવરબ્રીજની પાસેના રોડ પર વોચ ગોઠવી હતી.

ટીમે દમણના નાની દમણ મરવડ, દુકાન ફળિયાનો રહેવાસી યોગેશભાઈ રામુભાઈ ડાહ્યાભાઈ કોળી પટેલ (ઉ.વ. ૪૨) ને ઝડપી પાડ્યો હતો. આ આરોપી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલો હતો અને ઘણા સમયથી ફરાર હતો. વલસાડ LCB એ ઝડપાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે તેનો કબજો વાપી ટાઉન પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો છે.

