GUJARAT : દિયોદર આદર્શ કોલેજ અને NSS વિભાગ દ્વારા ‘સ્વદેશી અપનાવો, દેશ બચાવો’ કાર્યક્રમની ઉજવણી કરાઇ

0
75
meetarticle

હેમ. ઉ.ગુજ. યુનિ.પાટણ સંલગ્ન શ્રી હિંદવાણી આંજણા પટેલ કેળવણી મંડળ દિયોદર, સંચાલિત શ્રી આદર્શ કોલેજ, દિયોદર તેમજ NSSના સંયુક્ત આજરોજ પ્રધાનમંત્રીના જન્મ દિન નિમિત્તે ‘સ્વદેશી અપનાવો, દેશ બચાવો’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કોલેજના પ્રિ. ડો. ભગવાનભાઈ ચૌધરી, મુખ્ય વકના ઇતિહાસ વિભાગના વડા પ્રા. બાબુભાઇ પટેલ, તેમજ કોલેજ સ્ટાફમિત્રો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. મુખ્ય વક્તા પ્રા. બાબુભાઇ પટેલનું પ્રિ. ડો. ભગવાનભાઈ ચૌધરી દ્વારા પુસ્તક આપી સન્માન કર્યું.

આ કાર્યક્રમના મુખ્ય વક્તા પ્રા. બાબુભાઇ પટેલે સ્વદેશીની વાત કરતાં ગાંધીનું ભારત આગમન પછી દેશના પરિભ્રમણ બાદ ચાલેલી સ્વદેશીની ચળવળ તેમજ જે સત્યાગ્રહો થયા ને વિષે ગાંધીજીના વિચારો ઊંડાણ પૂર્વક રજૂ કર્યા અને આજના સંદર્ભમાં પ્રધાનમંત્રીની ઊંચી વિચારધારાના સંદર્ભમાં સ્વેદેશી વસ્તુઓ અપનાવવા અને વિદેશી વસ્તુઓનો ત્યાગ કરવા પર ભાર મૂક્યો. પ્રિ. ડો. ભગવાનભાઈ ચૌધરીએ પણ ગાંધી એ કોઈ વ્યક્તિ નહીં પણ એક વિચારધારા છે. તેમ કહી સ્વદેશી અને સ્વાવલંબન તેમજ ગ્રામોદ્ધાર અને ખાદીના ઉત્પાદન દ્વારા સ્વરોજગાર ઉપરાંત અનાજ અને કપડાંની બાબતમાં આત્મનિર્ભર પર ભાર મુકી વિદ્યાર્થીઓને વિસ્તૃત જાણકારી આપી સ્વદેશી તરફ પાછા વળવા અનુરોધ કર્યો.

કાર્યક્રમને અંને પ્રા. કાજલબેન ચૌધરીએ સૌનો આભાર વ્યક્ત કર્યો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રા. હસમુખભાઈ પટેલે કર્યું. અને સર્વે સ્ટાફ મિત્રોના સહકાર અને સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

પ્રતિનિધિ : દિયોદર જગદીશ સોની

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here