ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિતે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૦ યુનિટ માર્ચ ‘ અંતગર્ત દિયોદર નવીન માર્કેટ યાર્ડ ખાતે થી રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી રણછોડભાઈ રબારી તેમજ દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ ની ઉપસ્થિતિમાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબ્ધતાનું પ્રતીક બની હતી જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો સહભાગી બન્યા હતા

દેશની એકતા ,અખંડિતતા અને રાષ્ટ્રનિર્માણમાં સરદાર સાહેબના યોગદાન ને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે નવીન માર્કેટ યાર્ડ થી યોજાયેલી આ પદયાત્રા દિયોદરના વિવિધ માર્ગો ઉપર નીકળી હતી જ્યાં ઠેર ઠેર આ ભવ્ય પદયાત્રાનું ફુલથી પુષ્પ વર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સરદાર પટેલના આદેશોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્ર ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો પદયાત્રા પૂર્વ અને તે દરમિયાન સ્વરછતા અભિયાન,વ્યસનમુક્તિ , જાગૃતિ શિબિર જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમો નું પણ આયોજન કરાયું હતું. આ પદયાત્રા નવીન માર્કેટ થી શરૂ થઈ દિયોદર બજાર ,આરામ ગૃહ ,આદર્શ હાઈસ્કુલ ,થઈ સણાદર મંદિર ખાતે પોહચી હતી જ્યાં ભવ્ય સભાનું પણ આયોજન કરાયું હતું આ પ્રસંગે દિયોદર પ્રાંત અધિકારી ડી એન કાછડ,મામલતદાર એ આર નિનામા,તાલુકા વિકાસ અધિકારી શામળભાઇ પટેલ ,મહેશભાઈ દવે જસરા,સણાદર મહંત અંકુશગીરી બાપુ ,રૈયા પૂર્વ સદસ્ય રમેશભાઈ ચૌધરી,પૂર્વ પ્રમુખ ડૉ હસુભાઈ પટેલ,પરાગભાઇ જોષી,મહિલા પ્રમુખ અલકાબેન જોષી, ભરતભાઈ સોનપુરા, વગેરે ભાજપના કાર્યકરો વહીવટી તંત્ર અધિકારી ગણ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
પ્રતિનિધિ : દિયોદર જગદીશ સોની

