GUJARAT : દિયોદર નવ નિયુક્ત કોગ્રેસ પ્રમુખનો પદ ગ્રહણ સમારોહ યોજાયો

0
34
meetarticle

દિયોદર આદર્શ હાઈસ્કુલ ખાતે દિયોદર તાલુકા કોગ્રેસ પ્રમુખ નો પદ ગ્રહણ સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ જિલ્લા કોગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી

જેમાં ઉપસ્થિત સૌ આગેવાનોએ દિયોદર કોગ્રેસ સમિતિના નવ નિયુક્ત પ્રમુખ ઉમેદભાઈ પટેલ ને શાલ ઓઢાડી ફુલહાર પહેરાવી સન્માનિત કર્યા હતા જેમાં છેલ્લા ચાર વર્ષ સુધી કોગ્રેસ સમિતિમાં પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી તેવા નરસિંહભાઈ દેસાઈ ની કામગીરી પણ બિરદાવી સન્માનિત કર્યા હતા આ પદ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત સૌ આગેવાનોએ આગામી તાલુકા પંચાયત ,જિલ્લા પંચાયત ની ચૂંટણીમાં કોગ્રેસ જંગી બહુમતી થી વિજય થાય તેવી હાકલ કરી હતી આ પ્રસંગે દિયોદર પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા,પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા,લાખણી નવા નિયુક્ત પ્રમુખ સાગરભાઈ રબારી,પૂર્વ ડેલિકેટ ભલજીભાઈ રાજપૂત,ભૂપતભાઈ સોની,પરાગભાઇ પટેલ (સેકેટરી) વગેરે આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

પ્રતિનિધિ : દિયોદર જગદીશ સોની

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here