ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કોલીયાપાડા ગામની સીમમાં દીપડાના હુમલાથી ૯ વર્ષના બાળકનું મોત થયું છે.

મૃતક બાળક રીતીક સુખદેવભાઈ વસાવા ખેતર પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. બાળકની માતાએ બૂમરાણ મચાવતાં આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોનો અવાજ સાંભળી દીપડો બાળકને છોડીને જંગલ તરફ નાસી છૂટ્યો હતો.
દીપડાના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા બાળક રિતીકને તાત્કાલિક સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં જ વન વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
