દિયોદર આદર્શ કોલેજ ખાતે ગરબા મહોત્સવ નું આયોજન કર્યું હતું જેમાં કોલેજના તમામ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ગરબા ની શરૂઆત સંસ્થા ના પ્રમુખ અને દિયોદરના પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા ના હસ્તે જગદંબા માં ની આરતી સ્તુતિ કરી કરવામાં આવી હતી

જેમાં કોલેજ ના વિધાર્થીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાની રમઝટ બોલાવી હતી જેમાં ગરબા કાર્યક્રમ પૂર્ણ થતાં કોલેજના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ એ સાથે મળી ભોજન પ્રસાદ નો લાભ લીધો હતો…
પ્રતિનિધિ : દિયોદર જગદીશ સોની

