GUJARAT : દ્વારકામાં જામ્યો હોળીનો માહોલ: કાનાની ભક્તિમાં વિદેશીઓ ઘેલા થયા, ગુલાલ અને ભક્તિના રંગે રંગાયા શ્રદ્ધાળુઓ

0
12
meetarticle

દેવભૂમિ દ્વારકાના વિશ્વપ્રસિદ્ધ જગત મંદિરમાં હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે ‘ફૂલડોલ ઉત્સવ’ની ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા અને કાળિયા ઠાકોરના સંગાથે હોળી રમવા માટે લાખો શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું છે.

આ વર્ષે ઉત્સવમાં દેશી ભક્તોની સાથે વિદેશી મહેમાનો પણ કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા.

દ્વારકામાં જામ્યો હોળીનો માહોલ: કાનાની ભક્તિમાં વિદેશીઓ ઘેલા થયા, ગુલાલ અને ભક્તિના રંગે રંગાયા શ્રદ્ધાળુઓ

ભાવિકો અને વિદેશી શ્રદ્ધાળુઓનું આગમન

હોળીના પર્વે દ્વારકાધીશના દર્શનનું વિશેષ મહત્ત્વ હોવાથી ગુજરાત સહિત દેશભરમાંથી લાખો પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે. આજે ફૂલડોલ ઉત્સવ પહેલા અનેક વિદેશી પ્રવાસીઓ પણ ભગવાનના દર્શને પહોંચ્યા હતા. તેઓએ ભારતીય સંસ્કૃતિ અને હોળીના પર્વનો આનંદ માણી, શ્રદ્ધાળુઓ સાથે ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી’ના નાદ સાથે ભક્તિના રંગે રંગાયા હતા. દિર પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા ભીડને નિયંત્રિત કરવા અને શ્રદ્ધાળુઓને સુગમ દર્શન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છેકે, ફૂલડોલ ઉત્સવને લઈને ભાવિકો અને પદયાત્રિકો ઉમટી પડશે. ત્યારે દર્શનાર્થીઓની સુરક્ષા અને સુવિધાઓને લઈને જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકો હાથી ગેટથી ગોમતી ઘાટના દર્શન કરીને છપ્પન સીડી મારફતે મંદિરમાં પ્રવેશ કરી શકશે. દર્શનાર્થીઓની સુરક્ષા અને ભીડ નિયંત્રણ માટે હાથી ગેટથી એક કિલોમીટર સુધીનું બેરિકેટિંગ કવચ ઊભું કરવામાં આવશે. યાત્રિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે હેતુથી મંદિર પરિસરમાં પણ મજબૂત સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here