GUJARAT : દ્વારકામાં 1.15 કરોડના એમ્બરગ્રીસ સાથે ભાવનગરના બે શખ્સો ઝડપાયા

0
38
meetarticle

દ્વારકા રેલવે સ્ટેશન નજીકના સયાજી સર્કલ પાસેથી ખૂબ જ કિંમતી અને પ્રતિબંધિત એવી વ્હેલ માછલીની ઉલ્ટી(એમ્બરગ્રીસ) સાથે ભાવનગરના બે શખ્સોને ઝડપી લેવાયા હતા. એલસીબી પોલીસની કાર્યવાહીમાં 1.15 કિલો વજનની વ્હેલ માછલીની ઉલટી કબજે લઇ, જરૂરી કાર્યવાહી કરી હતી.

આ સમગ્ર પ્રકરણની પોલીસ સુત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ જિલ્લા દ્વારકાના દરિયા કાંઠા વિસ્તારમાં એલસીબી પોલીસ પી.આઇ. બી.જે.સરવૈયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન પી.એસ.આઇ. બી.એમ.દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા બાતમીના આધારે દ્વારકા વિસ્તારના રેલવે સ્ટેશન રોડ નજીક સયાજી સર્કલ પાસે રહેલા નીરવ બાલાભાઇ ભટ્ટ (ઉ.વ. 35, રહે. નિર્મલનગર, ભાવનગર) અને સુનિલ ચંદ્રકાંતભાઇ સંભવાણી (ઉ.વ.47, રહે. શાસ્ત્રીનગર, ભાવનગર) નામના બે શંકાસ્પદ શખ્સોને 1.15 કરોડની કિંમતની વ્હેલ માછલીની એમ્બર ગ્રીસ (ઉલટી) સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.જેમાં પૂછપરછ દરમિયાન બંને શખ્સો દ્વારા ભાવનગર ખાતેથી અત્રે વેચાણ અર્થે લાવ્યા હોવાનું ખુલ્યું હતું. ૧.૧૫ કિલોગ્રામ વજનની વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) કબજે કરી દ્વારકા રેન્જ ફોરેસ્ટ કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ અંગે જરૂરી પરીક્ષણ તેમજ તપાસ કરવામાં આવી હતી.

વ્હેલ માછલીની ઉલટીની ખૂબ જ કિંમત હોય છે અને તે સામાન્ય રીત પ્રતિબંધિત હોય, બંને શખ્સો વિરૂદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી, તેનો કબજો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ-દ્વારકાને સોંપવામાં આવ્યો હતો.સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન પી.એસ.આઇ. બી.એમ.દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા બાતમીના આધારે દ્વારકા વિસ્તારના રેલવે સ્ટેશન રોડ નજીક સયાજી સર્કલ પાસે રહેલા નીરવ બાલાભાઇ ભટ્ટ (ઉ.વ. ૩૫, રહે. નિર્મલનગર, ભાવનગર) અને સુનિલ ચંદ્રકાંતભાઇ સંભવાણી (ઉ.વ.૪૭, રહે. શાસ્ત્રીનગર, ભાવનગર) નામના બે શંકાસ્પદ શખ્સોને ૧.૧૫ કરોડની કિંમતની વ્હેલ માછલીની એમ્બર ગ્રીસ (ઉલટી) સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

જેમાં પૂછપરછ દરમિયાન બંને શખ્સો દ્વારા ભાવનગર ખાતેથી અત્રે વેચાણ અર્થે લાવ્યા હોવાનું ખુલ્યું હતું. ૧.૧૫ કિલોગ્રામ વજનની વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) કબજે કરી દ્વારકા રેન્જ ફોરેસ્ટ કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ અંગે જરૂરી પરીક્ષણ તેમજ તપાસ કરવામાં આવી હતી. વ્હેલ માછલીની ઉલટીની ખૂબ જ કિંમત હોય છે અને તે સામાન્ય રીત પ્રતિબંધિત હોય, બંને શખ્સો વિરૂદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી, તેનો કબજો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ-દ્વારકાને સોંપવામાં આવ્યો હતો

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here