GUJARAT : ધોલેરા-ધંધુકા તાલુકામાં રૂ. 60 લાખની વીજચોરી ઝડપાઈ

0
47
meetarticle

ધોલેરા-ધંધુકા તાલુકા વીજતંત્રની ૩૯ ટીમો દ્વારા આજે વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં ૧૦૮ વીજ કનેક્શનોમાં રૂ.૬૦ લાખની વીજચોરી ઝડપાઈ હતી.
ધોલેરા-ધંધુકા પંથકમાં વીજતંત્ર જ્વારા વ્યાપક સ્તરે વીજચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં તાલુકાના દેવપરા, સાંઢીડા, ઓતારિયા, ગોરાસુ, ભડીયાદ, હેબતપૂર, કાઠીપૂર, મીન્ગલપુર, કમિયાળા અને ધંધુકા તાલુકાના પચ્છમ તેમજ ધંધુકા શહેર વિસ્તારના વીજ કનેક્શનોની તપાસ હાથ ધરવામાં આવી હતી. ચેકીંગ દરમ્યાન કુલ ૧૩૦૦ જેટલા વીજ જોડાણોની તપાસ કરવામાં આવી જેમાંથી ૧૦૮ કનેકશનમાં ગેરરીતિઓ બહાર આવી. આ વિજ ગેરરીતિઓ બદલ સંબંધિત ગ્રાહકાને કુલ રૂ.૫૯.૯૯ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here