બગોદરા : ધોળકાના કલ્યાણપુર પાટિયા પાસે ટ્રકની ટક્કરે બાઇક સવારનું મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક મૂકીને ચાલક નાસી છૂટયો હતો. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

બાવળા તાલુકાના મીઠાપુર ગામના રોનક મુકેશભાઇ સોલંકી કંપનીમાં નોકરી કરવા જઇ રહ્યો હતો. ત્યારે ધોળકા તાલુકના કલ્યાણપુરના પાટિયા પાસે આજે ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી. જેમાં રોનક મુકેશ સોલકીનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં લોકો એકઠા થઇ ગયા હતા. કોઠ પોલીસની કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો.
આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.

