GUJARAT : ધોળકામાં શંકર તળાવ નજીક નમી પડેલી વીજ ડીપી હોનારત સર્જશે

0
15
meetarticle

ધોળકામાં યુજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારીને પગલે શંકર તળાવ નજીક નમી પડેલી વીજ ડીપી હોનારત સર્જશે. જોખમી ડીપી અંગે વારંવાર રજૂઆત છતાં વીજ તંત્રની આળશથી પશુ-પક્ષીઓ, નાગરિકોના જીવ પર જોખમ સર્જાયું છે.

ધોળકા નગરના કલીકુંડ વિસ્તારમાં આવેલા જાણીતા શંકર તળાવ પાસે ઉભી કરાયેલી વીજ કંપનીની ડીપી હાલ અત્યંત જોખમી હાલતમાં જોવા મળી રહી છે. આ વિસ્તારમાં નગરપાલિકાનો પીવાના પાણીનો બોર આવેલો છે, જેની બિલકુલ નજીક યુજીવીસીએલ કંપનીનો વીજ પોલ અને ટ્રાન્સફોર્મર (ડીપી) ઘણા સમયથી તળાવ તરફ નમી ગયા છે.સ્થાનિકોએ આ અંગે અગાઉ અનેકવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે અને અખબારોમાં અહેવાલો પણ પ્રસિદ્ધ થયા છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. સ્થાનિકોનો ભય છે કે જો આ નમેલી ડીપી ગમે ત્યારે તળાવમાં પડશે, તો પાણીમાં ઉતરતા પશુ-પક્ષીઓ અને નજીકમાં અવરજવર કરતા નાગરિકોને જીવલેણ વીજ કરંટ લાગી શકે છે. મોટી જાનહાનિ થાય તે પહેલા આ જોખમકારક ડીપીને તાત્કાલિક અન્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here