GUJARAT : નડિયાદના સંતરામ મંદિરમાં દિવ્ય દીપોત્સવ, હજારો દીવડાં અને આતશબાજીથી સર્જાયો અલૌકિક નજારો

0
51
meetarticle

નડિયાદના સુપ્રસિદ્ધ અને ભક્તોના આસ્થાના કેન્દ્ર સમાન સંતરામ મંદિરમાં બુધવારે દેવદિવાળીના પાવન પર્વની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સંધ્યાકાળના સમયે સમગ્ર મંદિર પરિસર હજારો દીવડાઓની અલૌકિક રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું, જેણે એક અદ્ભુત અને તેજોમય નજારો સર્જ્યો હતો. આ ભવ્ય દીપોત્સવ અને ત્યારબાદ થયેલી આતશબાજીના સાક્ષી બનવા માટે મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, જેના કારણે આખો વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ દેવદિવાળીના શુભ અવસર નિમિત્તે સંતરામ મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે મંદિરના પરિસરમાં હજારો દીવડાવો પ્રગટાવવામાં આવતા સમગ્ર વાતાવરણ દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતું. આ અલૌકિક દ્રશ્યો જોઈને ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.
નડિયાદના સંતરામ મંદિરમાં દિવ્ય દીપોત્સવ, હજારો દીવડાં અને આતશબાજીથી સર્જાયો અલૌકિક નજારો 2 - image

આ દિવ્ય દીપોત્સવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા, જેના કારણે મંદિર પરિસર ભક્તોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. દીપોત્સવ બાદ શાનદાર આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આકાશમાં ફેલાયેલા આતશબાજીના રંગો અને નીચે દીવડાઓની રોશનીએ એક અનોખો નજારો સર્જ્યો હતો. અનેક ભક્તોએ આ સુંદર અને યાદગાર દ્રશ્યને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી આ પળને યાદગાર બનાવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here