GUJARAT : નડિયાદમાં સંતરામ મંદિરમાં લોકોએ બોર વર્ષા કરી ,ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો

0
42
meetarticle

વિશ્ર્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પોષી – બોર પૂનમ પ્રસંગે..જય મહારાજ ના નાદ સાથે નડિયાદમાં સંતરામ મંદિરમાં પ પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજ નાં આશીર્વાદ મેળવ્યા બાદ, ઉપસ્થિત લોકોએ બોર વર્ષા કરી હતી જે નજારો જોઈ ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.


બોર વર્ષા ના મહત્વ વિશે , એક માન્યતા છે કે બાળક તેની ઉંમર પ્રમાણે બોલતુ ન હોય તો સંતરામ મંદિરમાં બોર વર્ષા કરવાની બાધા રાખવામાં આવે તો તે બાળક જલ્દી બોલતુ થાય છે. આજે સંતરામ મંદિર નડિયાદમાં માં મોટી સંખ્યામાં આજૂબાજૂના ગામના લોકોએ સાકર બોર ઉછામણી કરવાની બાધા રાખી હતી તો કેટલાય લોકોએ બાધા પૂર્ણ કરવા માટે સંતરામ મંદિરમાં બોર વર્ષા કરી હતી. કેટલાક બાળકો પાંચ વર્ષના થાય પછી પણ મમ્મી પપ્પા જેવા શબ્દો બોલી શકતા નથી.

બાળકોને જલ્દી બોલતા પણ આવડતું નથી આવા બાળકોના માતા પિતા સંતરામ મંદિરમાં પોષી પુનમે બોર ઉછાળવાની બાધા રાખતા હોય છે. માન્યતા છે કે સંતરામ મંદિરમાં પોષી પુનમે બોર વર્ષા કરવાથી પોતાનું બાળક જલ્દી બોલતું થાય છે. દર વર્ષે સંતરામ મંદિરની બોર વર્ષા કરવામાં આવે છે. ખાસ કરીને નડિયાદમાં બોર ઉઠામણાં વર્ષામાં મોટી સંખ્યામાં ભક્તો એકઠા થતા હોય છે, અને પોતાનું બાળક જલ્દી બોલતું થાય તેવી બાધા રાખતા હોય છે અને જેઓનું બાળક બોલતું થઈ ગયું હોય તે પોતાની બાધા પૂર્ણ કરવા બોર-સાંકર વર્ષા કરતા હોય છે..

રિપોર્ટર: હસમુખભાઈ નાયક,

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here