નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભૂવન કોમ્પ્લેક્સની ૪૬ દુકાનો તોડી પાડવાની કામગીરી પૂર્ણ થયાના ચાર દિવસ વીતી ગયા છતાં હજુ સુધી સંપૂર્ણ કાટમાળ હટાવવામાં આવ્યો નથી. જેના કારણે મુખ્ય રસ્તો બંધ હોવાના કારણે ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. જેનાથી રેલવે સ્ટેશન તરફનો વન વે માર્ગ પર સતત ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થઇ છે.

નડિયાદના હાર્દ સમાન વિસ્તારમાં આવેલા સરદાર ભૂવન કોમ્પ્લેક્સની ૪૬ દુકાનો મંગળવારે તંત્ર દ્વારા તોડી પાડી હતી. આ ડિમોલેશનની કામગીરી ખાનગી એજન્સીને સોંપી હતી. મંગળવારતી શરૂ થયેલી પ્રક્રિયા ગુરૂવારે દુકાનો તોડવા સાથે પૂર્ણ થઇ હતી. પરંતુ હજુ પણ કેટલીક દિવાલોનો હિસ્તા તોડવાના બાકી હોવાનું દેખાઇ રહ્યું છે. રસ્તા પરથી કાટમાળ હટાવવાની નક્કર તજવીજ હાથ ધરાઇ નથી. જેના કારણે મુખ્ય માર્ગો સંપૂર્ણપણે અવરોધાયેલો છે. કાટમાળના કારણે રસ્તો બંધ થતાં રેલવે સ્ટેશન તરફના વાન વે માર્ગ પર વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો છે. આ ડાયવર્ઝનના કારણે દિવસ દરમિયાન અને ખાસ કરીને પીક અવર્સમાં ટ્રાફિક સર્જાઇ છે. જેમાં એમ્બ્યુલન્સ અને શાળાની બસો પણ ફસાઇ રહી છે. સ્થાનિક લોકોએ જણાવ્યુ કે ડિમોલેશનની કામગીરી બાદ કાટમાળ તાત્કાલિક હટાવવાની જવાબદારી મનપા છે. પરંતુ બે દિવસથી મનપાની અધિકારીઓ ફરક્યા નથી. ખાનગી એજન્સી દ્વારા ધીમી કામગીરી અને તંત્રની નિષ્કિયતા વચ્ચે કાટમાળ તાકીદે દૂર કરવામાં આવે તો લોકોની સમસ્યા હળવી થઇ શકે છે.
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલેશન અંતર્ગત સરદાર ભુવન કોમ્પ્લેક્સની ૪૬ દુકાનો તોડી પાડવાની કામગીરી પૂર્ણ થયાને ચાર દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી કાટમાળ હટાવવામાં ન આવતા નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુખ્ય રસ્તો બંધ હોવાના કારણે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેનાથી રેલવે સ્ટેશન તરફના વન વે માર્ગ પર સતત ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે.
નડિયાદના હાર્દ સમાન વિસ્તારમાં આવેલા સરદાર ભુવન કોમ્પ્લેક્સની ૪૬ દુકાનો તોડી પાડવા માટે મંગળવારે વહેલી સવારથી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ આ ડિમોલેશનની કામગીરી એક ખાનગી એજન્સીને સોંપી હતી. મંગળવારથી શરૂ થયેલી આ પ્રક્રિયા ગુરુવારે દુકાનો તોડવા સાથે પૂર્ણ થઈ હતી, પરંતુ હજુ પણ કેટલીક દીવાલોના હિસ્સા તોડવાના બાકી હોવાનું દેખાઈ રહ્યું છે. આટલા દિવસો વીતી ગયા હોવા છતાં રસ્તા પરથી કાટમાળ હટાવવાની કોઈ નક્કર તજવીજ હાથ ધરવામાં આવી નથી, જેના કારણે શહેરનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે અવરોધાયેલો રહ્યો છે. કાટમાળના કારણે રસ્તો બંધ થતા વાહન વ્યવહારને રેલવે સ્ટેશન તરફના વન વે માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ ડાયવર્ઝનને કારણે દિવસ દરમિયાન અને ખાસ કરીને પીક અવર્સમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, જેમાં એમ્બ્યુલન્સ અને શાળાની બસો પણ ફસાઈ રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ડિમોલેશનની કામગીરી બાદ કાટમાળ તાત્કાલિક હટાવવાની જવાબદારી પાલિકાની છે, પરંતુ છેલ્લા ૨ દિવસથી મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સ્થળ પર ડોકાયા પણ નથી. ખાનગી એજન્સી દ્વારા થઈ રહેલી ધીમી કામગીરી અને તંત્રની નિષ્ક્રિયતા વચ્ચે હવે આ કાટમાળ ક્યારે દૂર થશે અને રસ્તો ક્યારે ખુલશે તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

