નડિયાદ શહેરમાં મંજૂરી વિના લગાવેલા ગેરકાયદે હોડગ્સ દૂર કરી દંડાત્મક કાર્યવાહી કરવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં હજુ જોખમી હોડગ્સ યથાવત્ છે.

નડિયાદ સહેરમાં ગેરકાયદે બેનર અને હોડગ્સ હટાવવાની વાતો કાગળ પર રહી છે અને ભૂતકાળમાં તંત્ર દ્વારા મિશન રોડ કે અન્ય વિસ્તારોમાં ગણતરીના બોર્ડ હટાવીને સંતોષ માની લેવાયો હતો. પરંતુ હજૂ પણ ૨૦૦થી વધુ ગેરકાયદે હોડગ્સ છે. પાલિકાના સત્તાધિશોએ કોઇ પણ જાહેર ટેન્ડર બહાર પાડયા વાગર માત્ર સામાન્ય સભાના એક ઠરાવના આધારે ૪ એજન્સીને ૧૦૦થી વધુ બોર્ડ લગાવાવની લ્હાણી કરી હતી. નિયમો મુજબ કોઇપણ સરકારી મિલકત કે જાહેર માર્ગ પર જાહેરાતના હક્કો આપવા માટે ટેન્ડર પ્રક્રિયા અનિવાર્ય છે.જેનો અહીં ભંગ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ટેન્ડર વગર એજન્સીઓ કમાણી કરતી રહી અને સરકારી તિજોરીને નુકસાન થયું હતું.
શહેરના મુખ્ય માર્ગો પર ૧૫થી વધુ હોડગ્સ છે. જેના સ્ટ્રક્ટર અત્યંત જર્જરિત હાલતમાં છે. જે સિમેન્ટના બ્લોક પર હોડગ્સ ઉભા છે તે તૂટી રહ્યાં છે અને ગમે ત્યારે દુર્ઘટના નોતરશે.
સપ્તાહ પહેલા ગેરકાયદે હોડગ્સ લગાવનાર સામે કાર્યવાહી કરી દંડ કરવાની જાહેરાતો મનપા પ્રશાસને કરી હતી. પરંતુ અત્યાર સુધી કોઇ પણ વ્યકિતને એજન્સી પાસેથી દંડ વસૂલાયો હોય તેવું કોઇ રેકોર્ડમાં સામે આવ્યું નથી. આ તંત્રની ઢીલી નિતીના કારણે શહેરમાં ગેરકાયદે હોડગ્સનો રાફડો ફાટયો છે.

