GUJARAT : નબીપુરમાં અર્ટિગા કારના ‘ચોરખાના’ માંથી દારૂનો જથ્થો ઝડપાયો: ભરૂચ LCBએ ₹6.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એકને દબોચ્યો

0
5
meetarticle

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફિલ્મી ઢબે થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી બુટલેગરોની આધુનિક મોડસ ઓપરેન્ડી પર પાણી ફેરવી દીધું છે. હિંગલ્લા ચોકડીથી કોઠી તરફ જતા રસ્તા પર ઇન્ડિયન ઓઇલ પંપ પાછળ આવેલા એક ખુલ્લા ખેતરમાં સફેદ કલરની અર્ટિગા કારમાં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની સચોટ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન લક્ઝરી કારમાં ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા ગુપ્ત ‘ચોરખાના’ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી ૧૦૦૮ બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.


​આ સફળ ઓપરેશનમાં પોલીસે ₹૩,૨૭,૬૦૦ની કિંમતનો વિદેશી દારૂ, ₹૩ લાખની અર્ટિગા કાર અને મોબાઈલ ફોન મળી કુલ ₹૬,૪૭,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સ્થળ પરથી જંબુસર તાલુકાના છીદ્રા ગામના નિરવકુમાર કનુભાઇ પરમાર નામના શખ્સની ધરપકડ કરી છે, જ્યારે આ દારૂનો જથ્થો મંગાવનાર ઝાડેશ્વરના તિલક હરિકૃષ્ણ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. દારૂ છુપાવવા માટે ગાડીમાં બનાવેલા આ ગુપ્ત ખાનાની કરામતે પોલીસને પણ વિચારતા કરી દીધા હતા. હાલ નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી ફરાર આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here