સામાન્ય રીતે વાયોવૃદ્ધ લોકો વૃદ્ધાશ્રમમાં રહેતા હોય સ્વ ખર્ચે દૂર દુરનો પ્રવાસ કરી શકતા નથી કે પ્રવાસનો આનંદ માણી શકતા નથી ત્યારે નર્મદાજિલ્લા માં મોટા પીપરિયા ગામે વૃદ્ધાશ્રમ આવેલો છે. જ્યાં રહેતા વૃદ્ધોને દર વર્ષે જુદી જુદી જગ્યાએ પ્રવાસ કરાવાય છે. આ વર્ષે કૃષ્ણ નગરી દ્વારકા મુકામે પ્રવાસ ગોઠાવ્યો હતો.

જ્યાં વૃદધોએ ભાગવત સપ્તાહ અને શિવપુરાણ કથામાં જોડાઈ કથા નું શ્રવણનો લ્હાવો લીધો હતો. ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ રાજપીપલા સંચાલિત વૃદ્ધાશ્રમ મોટા પીપરીયા ના વૃદ્ધો દ્વારકા મુકામે કથાનું શ્રવણ કરી રહ્યા છે કથાના આયોજક માધાપર કચ્છના શ્રીમાન હરેશભાઈ પંડ્યા પરિવારના સહયોગથી કથાનું આયોજન કરેલ છે.

સંસ્થાના ગૃહપતિ રાવલજી કમલેશસિંહ વર્ષ 2009 થી 2025 સુધી દર વર્ષે એક પ્રવાસ નું આયોજન કરે છે તેમાં સંસ્થા તરફથી પણ સહયોગ મળે છે આમ ગૃહપતિ દ્વારા વૃદ્ધોને દર વર્ષે પ્રવાસનું આયોજન કરીને વૃદ્ધોને ખૂબ આનંદિત કરે છે.

દ્વારકા મુકામે તારીખ 6.11.25. થી 14.11.25. સુધી કથાનું શ્રવણ કરી રહ્યા છે સવારે શિવપુરાણ કથા અને બપોર પછી ભાગવત કથા હું શ્રાવણ કરી રહ્યા છે….
REPOTER : :દીપક જગતાપ, રાજપીપલા

