GUJARAT : નર્મદા જિલ્લા કક્ષાની પદયાત્રા સરદાર@150 યુનિટી માર્ચમાં સહભાગી થતા જિલ્લા પ્રભારી મંત્રી.ઈશ્વરસિંહ પટેલ

0
33
meetarticle

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરની પદયાત્રા ૨૬ નવેમ્બર થી ૬ ડિસેમ્બર સુધી જુદા જુદા જિલ્લાઓમાં ઉજવાશે. આ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાની પદયાત્રા સરદાર@150 યુનિટી માર્ચને ગુજરાત સરકારના પાણી- પુરવઠા મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને નાંદોદ ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખે લીલીઝંડી આપી પદયાત્રાનું ભદામ ગામથી પ્રસ્થાન કરાવ્યું હતું.

પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે ભદામ ગામે ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુને ફૂલહાર કરી શ્રદ્ધાજલી અર્પણ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલ સાહેબના જીવન આધારિત સ્પીચ રજૂ કરી હતી. આ વેળાએ ઉપસ્થિત સૌએ સ્વદેશી અંગે શપથ લીધી હતી. સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ, ભદામ ગામેથી નીકળેલી પદયાત્રા નાંદોદ તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થઇને હજરપુરા ગામે પૂર્ણાહૂતિ થઈ હતી. પદયાત્રામાં જોડાયેલા નાગરિકોએ બેનરો-પોસ્ટરો દ્વારા યુનિટી માર્ચનો સંદેશ આપ્યો હતો.

REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here