નાગરિકોના પ્રશ્નોનું ઝડપી, પારદર્શક અને અસરકારક નિરાકરણ લાવવા રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલા સ્વાગત–ફરિયાદ નિવારણ પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત નવનિર્મિત જિલ્લા વાવ–થરાદ ખાતે જિલ્લા સ્તરે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યભરમાં દર મહિને તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ યોજાતા આ કાર્યક્રમો દ્વારા અત્યાર સુધી હજારો નાગરિકોના વિવિધ પ્રશ્નોનું સુખદ નિરાકરણ થયું છે.

જિલ્લા કલેક્ટર કચેરી, વાવ–થરાદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોને સંલગ્ન અરજદારોની રજૂઆતો કલેક્ટરએ વ્યક્તિગત રીતે સાંભળી, સંબંધિત વિભાગના અધિકારીઓને કલેક્ટરએ જણાવ્યું કે નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાની વિકાસયાત્રાને ગતિ આપવા માટે પ્રજાના પ્રશ્નોનું સમયસર નિરાકરણ અનિવાર્ય છે. તેમણે દરેક જિલ્લાના વિભાગોને પ્રાપ્ત થતી અરજીઓ પર ત્વરિત કાર્યવાહી કરી જનકલ્યાણ સેવાઓ વધુ સુવ્યવસ્થિત રીતે પહોંચે તે દિશામાં સતત પ્રયત્નો ચાલુ રહેશે અને જરૂરી સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં દરમ્યાન પ્રાપ્ત થયેલી વિવિધ ૧૨ પ્રશ્નોનું સ્થળ પર જ સકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર સહિત તમામ વિભાગોના અધિકારીઓ તથા જિલ્લાના અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
REPOTER : રાજેશ જોષી – થરાદ

