નાયબ મુખ્યમંત્રીની જાહેરાત થઈ છે ત્યારે ચર્ચા છે કે બિહારની ચૂંટણી પછી કપ્તાન પણ બદલાશે : અમિતભાઈ ચાવડા
ભાજપ સરકારમાં મંત્રીઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હતા : અમિતભાઈ ચાવડા
50 ટકા મંત્રીઓ પડતા મુક્યા એનો મતલબ CMની આ ફેઈલ ટિમ હતી : અમિતભાઈ ચાવડા
આખી સરકાર પોલિસી પેરાલીસીસથી પીડિત છે : અમિતભાઈ ચાવડા

જેમનું પોતાના સમાજમાં નામ છે જે કહ્યાગ્રા નથી એવા જયેશ રાદડિયા, અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓને પડતા મુક્યા : અમિતભાઈ ચાવડા
રિમોટ કંટ્રોલથી સરકાર ચલાવનાર નેતાઓને કહ્યાગ્રા નેતાઓ ગમે છે : અમિતભાઈ ચાવડા
બચુ ખાબડ પર મનરેગા, બળવંતસિંહ રાજપૂત પર GIDC, ભીખુસિંહ BZ કૌભાંડમાં, મુકેશ પટેલના પરિવારના લોકો હથિયારના લાઇસન્સના કૌભાંડમાં સંડોવાયેલા હતા અનેક મંત્રીઓ સામે ભ્રષ્ટાચાર, ગેરવહીવટની ફરિયાદો આવી તો પણ અઢી વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરી : અમિતભાઈ ચાવડા
વિકાસ સપ્તાહની ઉજવણી કર્યા પછી સરકારને ખબર પડી કે સરકારનો વહીવટ ખાડે ગયો છે : અમીતભાઈ ચાવડા
ભાજપની નીતિ અને નિયત જનતા ઓળખી ગઈ છે ચહેરા બદલવાથી પાપ ધોવાઈ જતા નથી : અમિતભાઈ ચાવડા
મંત્રીમંડળના ફેરફારથી જનતાને કોઈ ફાયદો નથી થવાનો : અમિતભાઈ ચાવડા
સૌમિલ રાવલ

