GUJARAT : નવીબંદર પોલીસે ગોસાબારા સમુદ્રી વિસ્તારમાં પીલાણામાં ગેરકાયદે LED લાઈટો સાથે માછીમારી કરતા બે ટંડેલોને ઝડપી પાડ્યા

0
31
meetarticle

નવીબંદદર મરીન પોલીસ દ્વારા સ્ટાફ કોસ્ટલ એરિયામાં નવીબંદરથી ગોસાબારા સુધીના કાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન માછીમારી માટે વપરાતી બે FRP–OBM નાની બોટમાંથી ગેરકાયદેસર રીતે LED લાઈટો ફિટ ફિશીંગ કરતાં મળી આવતા બંને ટંડેલો સામે કાર્યવાહી હાથધરી છે.

કોસ્ટલ સિકયુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક પી.એલ.માલ તથા કોસ્ટલ સિકયુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ અધિક્ષક સુબોધ માનકર નાઓ દ્વારા ગુજરાત રાજયના કોસ્ટલના જીલ્લાઓમાં ફીશરીઝ એક્ટની જોગવાઇઓનો ભંગ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના થઇ આવેલ હોય જે અનુસંધાને ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમના કાયદાનો ભંગ કરી અન-અધિકૃત રીતે જેમ કે ટોકન વગર, રજીસ્ટ્રેશન વગર, ટોકન સમય મર્યાદાનો ભંગ તથા ગેર કાયદેસર પધ્ધતિથી જેમ કે લાઈન ફીશીંગ, ઘેરા ફીશીંગ, લાઈટ ફીશીંગથી ગેરકાયદેસર રીતે માછીમારી કરતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તથા કોસ્ટલ એરીયામાં થતા ગેરકાયદેસર પ્રવૃતિને રોકવા તથા કોસ્ટલ સિકયુરીટી સબબ સરકારી બોટ દ્વારા સખત દરિયાઈ પેટ્રોલીંગ કરી માછીમારી બોટો ચેકીંગ કરવા મરીન પોલીસ સ્ટેશનોને અવાર નવાર આદેશ થઈ આવેલ.

જેના અનુસંધાને જુનાગઢ રૅન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા નાઓએ પોરબંદર જીલ્લાના દરિયાઈ/દરિયાઈ કાંઠા વિસ્તારમાં ફીશીરીઝ એકટ હેઠળ ગુન્હા નોંધવા તેમજ સખત અને અસરકારક બોટ ચેકીંગ કરવા સુચના આપવમાં આવેલ.

જે અંગે રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયા નાઓના માર્ગદર્શન હેઠળ આજ તા.૦૧/૧૨/ ૨૦૨૫ ના રોજ નવીબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એસ. ગામેતી સાથેનો સ્ટાફ નવીબંદર મરીન કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન ગોસા–ટુકડા ગામના ગોસાબારા લેન્ડીંગ પોઈન્ટ નજીક બે નાની બોટ દરિયા કાંઠે પડેલી નજરે ચઢતા તપાસ હાથ ધરાઈ હતી.
જેમાં (૧) નાનુ પીલાણુ ( નાની બોટ ) FRP-OBM Craft જેના રજીસ્ટ્રેશન નંબર IND-GJ- 25-MO-6938 નામે “ગેબી” જેમના ટંડેલ: અબ્દુલકાદર અબુભાઈ ઢીમર (ઉ. 38, માછીમાર, રહે. ગોસા–ટુકડા) તેમજ (૨) નાનુ પીલાણુ (નાની બોટ) ) FRP-OBM Craft નામે “રેહાન’ જેના રજીસ્ટ્રેશન નંબર જોવામાં આવતા નથી જેમના ટંડેલ: દિલાવર અબ્દુલભાઈ શમા (ઉ. 28, માછીમાર, રહે. બન્ને ગોસા–ટુકડા ગોસાબારવાળા ટંડેલો પાસે LED લાઇટ લગાવી માછીમારી કરવા બાબતનો કોઈ પરમિટ ન હોવાને પગલે, તેમણે ગુજરાત મત્સ્યધોગ સુધારા અધિનિયમ–2024ના પ્રકરણ 3, નિયમ–7, પેટા નિયમ–43 નો ભંગ કર્યો હોવાનો પ્રાથમિક પુરાવો મળતા સ્થળ પર બે પંચોની હાજરીમાં પોલીસ ઈન્સ્પેક્ટરે પંચનામું તૈયાર કર્યું હતું.
BNSS કલમ 35(3) મુજબ આરોપીઓ ટંડેલ અબ્દુલકાદર ઢીમર તેમજ ટંડેલ દિલાવર શમા રહે બન્ને ગામ ગોસા ટુકડા ગોસા બરાવાળાના બંન્નેમાં પિલાણામાં
બિન-અધિકૃત રીતે એકદમ પ્રકાશિત LED લાઈટો રાખી ગેર કાયદેસર રીતે લાઈટ ફીશીંગ કરતા હોવાનું જણાઇ આવતા આ બંન્ને ઈસમો વિરૂધ્ધ નવીબંદર મરીન પો.સ્ટે ગુ.ર.નં પાર્ટ બી-૧૧૨૧૮૦૦ ૫૨૫૦૧૦૨ /૨૦૨૫ તથા ગુ.ર.નં પાર્ટ બી-૧૧૨૧૮૦ ૦૫૨૫૦૧૦૩ /૨૦૨૫ ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ-૨૦૦૩ ના કાયદાની કલમ-૨૧(૧)(ચ) મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી પ્રશંશનીય કામગીરી કરેલ છે

આ કામગીરીમાં રોકાયેલ અધિકારી/કર્મચારીઓમાં નવીબંદર મરીન પોલીસ સ્ટેશન પોરબંદર ના પોલીસ ઇન્સપેક્ટર એસ.એસ.ગામેતી તથા એ.એસ. આઇ પ્રવિણભાઇ એન.ભુવા તથા એ.એસ. આઇ દેવાભાઈ એ.ઓડેદરા તથા પો.હેડ. કોન્સ. એ.જી.બાલસ તથા OSD ભરતભાઇ છેલાણા નાઓ રોકાયેલ હતા.
રિપોર્ટર:- વિરમભાઈ કે.આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here