પાનોલી પોલીસે નેશનલ હાઈવે નંબર ૪૮ પર અકસ્માત સર્જી ત્રણ લોકોનો ભોગ લેનાર આરોપીને નવ મહિના બાદ દેડીયાપાડા ખાતેથી ઝડપી પાડ્યો છે.

પાનોલી પોલીસ સ્ટેશનમાં 8 જાન્યુઆરી, 2025ના રોજ આ અકસ્માતનો ગુનો નોંધાયો હતો. આરોપી પુષ્પેન્દ્ર દદ્દીપ્રસાદ યાદવ અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઇલ સી.ડી.આર.ની મદદથી તેના લોકેશનની તપાસ કરી હતી અને દેડીયાપાડાના દેવગામ ખાતેથી તેને પકડી પાડ્યો હતો.આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
